ઘણા લોકો એવા હોય છે જેમનું મોં સમોસા નું નામ સાંભળી ને જ બગડી જતુ હોય છે ઘણા લોકોને એવું થતું હોય છે કે સમોસા તો હવે સાવ સામાન્ય થઈ ગયા છે એમાં શું ખાવા જેવું.
જો તમે પણ આવું જ વિચારતા હોય તો એકવાર વડોદરા ના રસ્તા પર આવેલ જુગાડી સમોસા ની મુલાકાત જરૂર લેજો.અહી એક બે નહીં પણ અનેક પ્રકારના સમોસા મળે છે.
તેમાં પણ ચીઝ ધમાલ સમોસા તો અહીંની ખાસિયત છે.તમને થશે કે એમાં ખાસિયત શું બહુ બધું ચીઝ નાખતા હશે,કે સમોસા ની અંદર ચીઝ નું સ્ટફિંગ કરતા હશે અને ઉપર પણ નાખતા હશે.
વધુ વાંચો:એક સમયે લારી પર વેચવા હતા ગાંઠિયા, આજે બનાવી દીધી કરોડોની પેઢી, જાણો છો ગુજરાતના આ ગાંઠિયાવાળાને…
જો કે આમાંથી કઈ પણ નથી ચીઝ ધમાલ સમોસા માં એક બન પાઉં ઉપર સીઝવાન ચટણી લગાવી તેની પર સમોસુ મૂકી તેના પર અલગ અલગ ૮ પ્રકારના સોસ અને બે ત્રણ પ્રકારના ચીઝ લગાવવામાં આવે છે.
એટલું જ નહિ આટલું કર્યા બાદ તેને બન સાથે શેકવામાં આવે છે.તમને થશે કે આવી વસ્તુ તો મોંઘી જ હશે તો જણાવી દઇએ કે આ ચીઝ ધમાલ સમોસા ની કિંમત ૪૦ રૂપિયા છે સાથે જ આ કોઈ દુકાનમાં નહિ પણ એક લારી પર બને છે.