ભારતના મશહૂર કોમેડીના બાદશાહ અભિનેતા રાજુ શ્રીવાસ્તવ નું અચાનક દુઃખદ નિધન થયું છે ત્યારે ઘણા બધા લોકો એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હતા એ વચ્ચે એમના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર બોલીવુડ સહિત લોકો અત્યારે શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
તેના વચ્ચે એમની જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો અમે આપને જણાવીએ રાજુ શ્રીવાસ્તવે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો 50 રુપીયા થી એમને શરૂઆત કરી હતી અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી હતી શરૂઆતથી વાત કરીએ તો રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963 ના રોજ કાનપુરના ઉનાઉ શહેરમાં થયો હતો.
એમના પિતા રમેશચંદ્ર કવિ હતા અને તે મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતા હતા પરંતુ રાજુ શ્રીવાસ્તવને નાનપણથી કોમેડીનો શોખ હતો તે મિમિક્રી પણ જાણતા હતા જેના થકી એમને ખૂબજ લોકચાહના અને પ્રસિદ્ધિ મેળવી.
વધુ વાંચો:પુષ્પા ફિલ્મની શ્રીવલ્લી રશ્મિકા મંદાના છે કરોડોની માલકીન, તેની લાઇફસ્ટાઇલ જાણીને દંગ રહી જશો…
એમને પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે નાનપણમાં તેઓ સ્કૂલમાં મેડમ અને પ્રિન્સિપલની મિમિક્રી કરતા અવનવા સ્કુલના પ્રોગ્રામોમાં પણ તેઓ કોમેડી અને મિમિક્રી પણ કરતા હતા એમનો પરિવાર શરૂઆતમાં એમને સ્વીકારતો નહોતો.
આ બાબતમાં પરંતુ એમની માતાના સપોર્ટ થકી તેવો પોતાના સપના પૂરા કરવાની ચાહ સાથે મુંબઈ આવ્યા ઘરેથી પૈસા પૂરા થઈ જતા ઓટો ડ્રાઇવરની નોકરી પણ કરી સાથે નાના મોટા પ્રોગ્રામોમાં ભાગ લેવા માંડ્યા પરંતુ એમને બોલીવુડમાં કોઈ ઓળખતું ન હતું ધીરે ધીરે રિક્ષામાં મિમિક્રી કરતા એકવાર એક પેસેન્જરના ઓળખાણ થકી ગ્રેટ ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જ શોમાં એમને કામ કરવાનો મોકો મળી ગયો બસ ત્યાંથી એમની તકદીર બદલાણી.
એજ શો ઘરે ઘરે ફેમસ થતાં એમને ઘણા બધા પ્રોગ્રામો મળતા થયા અને તેઓ સુપ્રસિદ્ધ કોમેડીના બાદશાહ બન્યા તાજેતરમાં એમનું નિધન થયું ત્યારે એમના પરિવાર અને સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રી સહિત ચાહકો એ ખૂબ જ શોખ વ્યક્ત કર્યો કારણકે રાજુ શ્રીવાસ્તવ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ હતા જેમના લાખો ચાહકો હતા.