Although the son was a government employee the father had to sleep on the road

ઘોર કળિયુગ: વહુને છે 80000 પગાર ને દીકરો સરકારી કર્મચારી, છતાં બાપને સૂવું પડતું હતું રોડ પર…

Breaking News

મિત્રો આજે આપણે એક વૃદ્ધ વ્યક્તિ ની વાત કરવાના છીએ જે એક સમયમાં હજારો રૂપિયા કમાતા હતા પરંતુ હવે સમય એવો આવ્યો છે કે તેમને રોડ પર રહેવું પડે છે પોપટભાઇ ફાઉન્ડેશને તેમની મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળી તેમની ગંભીર પરિસ્થિતિ કે કઈ રીતે તેમના આવા દિવસો આવ્યા છે.

તે વૃદ્ધ વ્યક્તિ અડાજણ વિસ્તારમાં રહે છે તેમનું નામ સૂખડું પાટીલ છે તે રસ્તા પર રહીને વસ્તુઓ વેચીને રાત્રે તે જગ્યા પર સૂઈ જાય છે તેમના પાસે રહેવા માટે રહેઠાણ નથી પોપટભાઈ એ કહ્યું કે તમે પહેલાથી જ અહીંયા રહેતા હતા ત્યારે તે વૃદ્ધ વ્યક્તિ એ કહ્યું કે પહેલા તો હું એક દિવસના બે બે ત્રણ ત્રણ હજાર કમાતો હતો.

પરંતુ મારા પરિવારે મારા સાથે કંઈક એવું કર્યું જેથી આજે મારા રસ્તા પર રહેવા ના દિવસો આવ્યા છે જ્યારે હું કમાતો હતો ત્યારે મને લોકો રાખતા હતા અને હવે જ્યારે હું નથી કમાતો ત્યારે મને કાઢી દીધો છે આ દુનિયામાં પૈસો છે તો બધું જ છે અહીં માણસની કિંમત નથી દરેક વ્યક્તિને પૈસાથી તોલવામાં આવે છે.

વધુ વાંચો:ઘોર કળિયુગ: બંને દીકરાએ પોતાની વૃદ્ધ માંને હોટેલમાં વાસણ ઘસવા મજબુર કરી, પછી બન્યું એવું કે…

જેના લીધે આજે મારા રસ્તા પર રહેવા ના દિવસો આવ્યા છે તે વ્યક્તિની આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું વૃદ્ધ વ્યક્તિનો પુત્ર જલગાવમાં રહે છે તેમના પરિવારે તેમને કાઢી મૂક્યા છે જેથી તેમનું આવો હાલ થયો છે.

પોપટભાઇ એ કહ્યું કે તમે ગભરાશો નહીં અમે તમારી મદદ કરશું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જ્યોતિ સામાજિક સંસ્થા દ્વારા શેલ્ટર હોમની સુવિધા કરવામાં આવેલી છે જ્યાં અમે તમને લઈ જઈશું અને ત્યાં જ તમારા ખાવા-પીવાથી લઈને દરેક વસ્તુ ની સારસંભાળ કરવામાં આવશે.

ત્યારબાદ પોપટભાઈ તે વૃદ્ધ વ્યક્તિને સેન્ટર પર લઇ આવ્યા તેમને નવડાવી ધોવડાવી ને સ્વચ્છ કપડાં પહેરવા માટે આપ્યાં ત્યારબાદ તેમની દરેક પ્રકારની સુવિધાની વ્યવસ્થા કરવામા આવી આમ પોપટભાઈ ફાઉન્ડેશ વૃદ્ધ વ્યક્તિને આશરો આપવામાં મદદરૂપ બન્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *