મિત્રો બોલીવુડમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હંમેશા પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે હાલમાં જ અર્જુને મલાઈકાની પ્રેગ્નન્સીના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બંનેની જોડી ચાહકોને ગમે છે.
સાથે જ અનેક પ્રકારની અફવાઓ પણ સાંભળવા મળે છે જો કે અત્યાર સુધી બંનેએ લગ્ન અંગે કોઈ નિર્ણય લીધો નથી. ગયા વર્ષે નવેમ્બરમાં મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચારે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જેના પર અર્જુન કપૂરે ત્યારે જ પ્રતિક્રિયા આપી હતી અને તે ફરી એકવાર ભડકતો જોવા મળ્યો હતો.
વધુ વાંચો:કેનાલમાં ખુદ!ખુશી કરવા પડેલા 300 જેટલા લોકોને બચાવી ચુક્યા છે આ સુલતાનભાઈ, સેવાકાર્ય થી ફેમસ છે આ દાદા…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જુન કપૂરે તાજેતરમાં તેના એક ઇન્ટરવ્યુમાં આ મુદ્દા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે નકારાત્મકતા ફેલાવવી સરળ છે કારણ કે તેનાથી તમે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકો છો. થોડા સમય માટે આ રીતે રહે છે. હું સંપૂર્ણ રીતે વાકેફ છું કે સેલેબ્સનું અંગત જીવન હોતું નથી અને તેણે તેની સાથે જ જીવવું પડે છે.
અર્જુન કપૂરે કહ્યું કે સેલેબ્સ દર્શકો સુધી પહોંચવા માટે મીડિયા પર નિર્ભર હોય છે પરંતુ કંઈ પણ લખતા પહેલા પત્રકારોએ સેલેબ્સ સાથે એકવાર વાત કરવી જોઈએઅભિનેતાએ કહ્યું કે તેણે આજ સુધી તેના અંગત જીવન વિશે કંઈપણ છુપાવ્યું નથી.
તેણે કહ્યું કે તેણે મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના ફેક ન્યૂઝને લઈને નિવેદન આપ્યું કારણ કે તેને તે યોગ્ય ન લાગ્યું અભિનેતાએ કહ્યું કે તેને મીડિયામાં વિશ્વાસ છે.