ગુડ ન્યૂઝ: BCCIએ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે જ્યાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેટ્સમેન રિષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે કેએલ રાહુલને તક મળી નથી.
જ્યારે રિંકુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહેમદ અને અવેશ ખાનને રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા છે. ટીમમાં શિવમ દુબેને પણ તક મળી છે. તેમાં ચીફ સિલેક્ટર અજીત અગરકર અને BCCI સેક્રેટરી જય શાહ પણ હાજર હતા. બેઠક બાદ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી.
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બ્રુમરાહ મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો:‘રામાયણ’ ફિલ્મના સેટ પરથી ફર્સ્ટ લુક થયો લીક, રામ-સીતાના કિરદારમાં જોવા મળ્યા રણબીર અને સાઈ પલ્લવી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.