સુનીલ ગ્રોવરે ટેલિવિઝન પર ધ કપિલ શર્મા શોમાં ગુત્થી અને ડૉ. મશૂર ગુલાટીની ભૂમિકા ભજવી હતી લોકોને આ પાત્ર ખૂબ પસંદ આવ્યું આ પછી સુનીલ ગ્રોવરે વર્ષ 2018માં કપિલ શર્મા સાથેની લડાઈ બાદ શો છોડી દીધો હતો વીડિયોમાં જોઈ શકાય છે કે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર 6 વર્ષ બાદ ફરી એક વાર વાપસી કરી રહ્યા છે.
કોમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પોતાનો નવો શો કપિલ શર્મા કોમેડી શો લાવવા જઈ રહ્યો છે. તેણે થોડા સમય પહેલા આની જાહેરાત કરી હતી. હવે દર્શકો માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે.
વધુ વાંચો:“એનિમલ” અને “સેમ બહાદુર” ફિલ્મને લીધે આ શેરમાં આવ્યો જબરદસ્ત ઉછાળો, એકે ધડાકે આટલા રૂપિયા…જુઓ…
વીડિયોમાં કપિલ શર્મા તેના સમગ્ર ક્રૂ સાથે જોવા મળી રહ્યો છે. તેમાં સુનીલ ગ્રોવર ઉપરાંત કપિલ શર્મા, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર અને અર્ચના પુરણ સિંહ જોવા મળી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં એક શોમાંથી પરત ફરતી વખતે ફ્લાઈટમાં બંને વચ્ચે બોલાચાલી થઈ.
રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયાથી શો કરીને પરત ફરતી વખતે ફ્લાઈટમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. કપિલે દારૂના નશામાં સાથી ખેલાડીઓ અને સુનીલ ગ્રોવર સાથે મારપીટ કરી અને તેનો કોલર પણ પકડી લીધો. આ પછી સુનીલે શો છોડી દીધો હતો.
આ વીડિયોમાં સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા પણ તેમની ફ્લાઈટમાં થયેલી લડાઈનો ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યા છે. કપિલ શર્માનું કહેવું છે કે તેઓ ફરીથી સાથે છે. ત્યારે સુનીલ ગ્રોવર કહે છે કે તેને ઓસ્ટ્રેલિયામાં રહેવા દો. આ પછી તે એમ પણ કહે છે કે આ વખતે તે ફ્લાઈટથી નહીં પરંતુ રોડથી જશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.