ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 87.66 મીટરના થ્રો સાથે લૌઝેન ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે તેના પાંચમા પ્રયાસમાં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં નીરજનું ડેબ્યુ કંઈ ખાસ નહોતું.
તેનો પ્રથમ થ્રો ફાઉલ થયો હતો પરંતુ તે પછી નીરજે જોરદાર પુનરાગમન કર્યું અને જર્મનીના જુલિયન વેબર અને ચેક રિપબ્લિકના જેકબ વાડલેચેને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું નીરજ ચોપરાનો આ 8મો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ છે.
આ પહેલા તે એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. જ્યારે આ વર્ષે નીરજ ચોપરાના ખાતામાં આ બીજો ગોલ્ડ મેડલ આવ્યો છે. આ પહેલા નીરજે દોહા ડાયમંડ લીગમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
લોઝેન ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ ફાઉલથી ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેનો બીજો અને ત્રીજો પ્રયાસ જોરદાર રહ્યો હતો. તેણે તેના બીજા પ્રયાસમાં 83.52 મીટરનો થ્રો કર્યો, જ્યારે તેનો ત્રીજો થ્રો 85.04 મીટરનો હતો, પરંતુ આ ત્રણ પ્રયાસોના સ્કોરના આધારે જર્મનીના જુલિયન વેબરે 86.20નું અંતર હાંસલ કરીને લીડ જાળવી રાખી હતી.
વધુ વાંચો:ગુજરાતમાં વરસાદ: જૂનાગઢ જિલ્લાના આ બે ડેમ ભરાઈ ગયા, 8 ઈંચ વરસાદ, ગામડાઓને એલર્ટ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.