જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ નદી-નાળાઓમાં પૂર આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અંબાજલ ડેમ ઓવરફ્લો થયો છે.
ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે આંબાજલ ડેમના સ્લેબ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. સરસાઈ, છાપરાડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.
બીજી તરફ જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઓઝત 2 ડેમ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો છે. ઓઝત ડેમના પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે જૂનાગઢ જિલ્લાની પાણીની સમસ્યા હલ થઇ છે. આ ડેમમાંથી સિંચાઈની સાથે પીવાના પાણીનો પણ ઉપયોગ થાય છે. ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે.
વધુ વાંચો:બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક તલાક, અભિનેત્રીના લગ્નના 13 વર્ષ બાદ છૂટાછેડા, પતિ એ આપ્યો ધોખો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.