કહેવાય છે કે માતા બન્યા બાદ એક સ્ત્રીના પરિવારની એના જીવનની નવી શરૂઆત તો થાય છે પરંતુ તેના સપનાઓનો તેના કરિયર નો અંત આવી જતો હોય છે સામાન્ય ઓફિસ કામથી માંડીને બોલીવુડ ફિલ્મો સુધી માતા બન્યા બાદ દરેક જગ્યા એ એક સ્ત્રીનું મહત્વ ઓછું થતું જાય છે અને ધીરે ધીરે તેના કરિયર નો અંત આવી જાય છે.
પરંતુ બોલીવુડમાં એક અભિનેત્રી એવી હતા જેમના બોલીવુડ કરિયરની શરૂઆત જ માતા બન્યા બાદ થઈ.ફિલ્મ શોલેમા બસંતી ની માસીનું પાત્ર ભજવનાર અભિનેત્રી લીલા મિશ્રા જેમને જીવનના અંત સુધી બોલીવુડ ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું આ એક એવી અભિનેત્રી હતા જેમના કરિયરની શરૂઆત તેમના માતા બન્યા બાદ થઈ હતી.
એક ખબર અનુસાર અભિનેત્રી લીલા મિશ્રાના પિતાએ ૧૨ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દીધા હતા જે બાદ માત્ર 17 વર્ષની ઉંમરમાં લીલા મિશ્રા બે દીકરીઓની માતા બની ગયા હતા આ દરમિયાન જ અભિનેત્રી લીલા મિશ્રાના પતિ જેઓ નાટકમાં કામ કરતા હતા તેમના એક પરિચિત વ્યક્તિએ લીલા મિશ્રાને જોયા બાદ તેમને ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપી હતી.
અભિનેત્રી લીલા મિશ્રાની પહેલી ફિલ્મ હતી સતી સુલોચના.જે બાદ તેમને અનેક નાની મોટી ફિલ્મોમાં કામની તક મળી હતી પરંતુ ટીવી પર બીજા પુરુષ સાથે રોમાન્સ ન કરવા માંગતા હોવાથી અભિનેત્રીએ આ તમામ તકને જતી કરી હતી આ જ કારણ છે કે એક સમય બાદ અભિનેત્રી લીલા મિશ્રાને ફિલ્મોમાં ફોઈ દાદી નાની માસી જેવી ભૂમિકાઓ જ ઑફર કરવામાં આવતી હતી.
વધુ વાંચો:દાદીએ કર્યું કઈંક એવુકે દાદા શરમથી લાલ થઈ ગયા, પછી દાદાએ જે કર્યું એ જોવા જેવુ હતું…
અભિનેત્રીએ પોતાના કરિયર દરમિયાન કુલ ૩૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં શોલે ફિલ્મમાં માસીનું પાત્ર નિભાવ્યા બાદ તે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા જો કે આજે આ અભિનેત્રી આપણી વચ્ચે નથી વર્ષ 1988માં હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.