ફેબ્રુઆરી મહિનો ખતમ થઈ ગયો છે થવાને આરે છે છતાં ગુજરાતમાં જાણે ઉનાળો શરૂ થયો હોય તેવું લાગી થઈ રહ્યું છે. વહેલી સવારે અને રાતે ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ દિવસના જબ્બર ગરમી લાગવા લાગી છે.
બીજી બાજુ દેશના હવામાનની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 16 વર્ષમાં ફેબ્રુઆરીમાં સૌથી ઠંડી રાતો અને સવારની શરૂઆત નોંધાઈ છે હવે ગરમીને લઈને હવામાન એક્સપર્ટ્સે જે ભવિષ્યવાણીઓ કરી છે તે ચિંતાજનક છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વખતે હોળીથી જ હીટવેવ શરૂ થઈ જશે. હોળી આ વર્ષે 24 તારીખે અને ધૂળેટી 25 તારીખે હોવાનું કહેવાય છે.
અહેવાલ મુજબ આઈએમડીના પૂર્વ મહાનિદેશક હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રી-મોનસૂન સીઝનમાં આ વખતે પણ બે વર્ષની જેમ જ જોવા મળશે. આઈએમડીના જણાવ્યાં મુજબ આ વર્ષે હોળીની આજુબાજુ દેશના તમામ રાજ્યોમાં ગરમ પવન(હિટવેવ )જોવા મળી શકે છે.
વધુ વાંચો:છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝાના જીવનમાં આવી નવી ખુશી, પોસ્ટ શેર કરીને આપી જાણકારી…
તેની પાછળનું પહેલું કારણ એ છે કે હોળી આ વખતે માર્ચના અંતિમ સપ્તાહમાં છે જ્યારે દક્ષિણ ભારતમાં તો ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન વધવાનું શરૂ થઈ ગયું છે. સ્થિતિ એ છે કે દક્ષિણ ભારતમાં હાલ દિવસનું તાપમાન 4થી 6 ડિગ્રી સિલ્સિયસથી વધુ રેકોર્ડ થઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં હાલ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી વધુ જોવા મળ્યું છે હવામાન દિગ્ગજોનું કહેવું છે કે આપણે મૌસમી ચક્રના એક એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે શિયાળો પૂરો થતાની સાથે જ તરત ગરમી દસ્તક આપવા લાગી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.