ભારત સરકારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સહિત અનેક ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટો સામે કડક કાર્યવાહી કરી હતી તેને ગેરકાયદેસર એપ ગણીને તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ભારતમાં વોન્ટેડ એવા મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે 43 વર્ષીય રવિ ઉપ્પલને ગયા અઠવાડિયે તે દેશમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે, ઈન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેને ટૂંક સમયમાં જ દેશનિકાલ કરવામાં આવશે. આરોપી સૌરભ ચંદ્રાકરને પકડવાના પ્રયાસો ચાલુ છે.
વધુ વાંચો:વિરાટ કોહલી-અનુષ્કા શર્મા એ રોમેન્ટિક અંદાજમાં મનાવી લગ્નની છઠ્ઠી એનિવર્સરી, જુઓ કપલના ખૂબસૂરત ફોટા…
ઉલ્લેખનીય છે કે જ્યારથી છત્તીસગઢમાં મહાદેવ એપ કૌભાંડનો મામલો સામે આવ્યો છે ત્યારથી ED તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક બિટકોઈનમાં ડીલ કરે છે અને આ એપ છત્તીસગઢના કેટલાક ભાગો ઉપરાંત લંડન, કોલકાતા અને મુંબઈ સહિતના ઘણા શહેરોમાં ફેલાયેલી છે.
ફોટો ક્રેડિટ: ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.