હાલમાં વધુ એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ સમાચારો સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
પ્રખ્યાત અભિનેત્રી અપર્ણા નાયરનું 31 તારીખે નિધન થયું છે મલમલાયામ અભિનેત્રી તેના તિરુવનંતપુરમ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી છે. જ્યારે અભિનેત્રીનું અવસાન થયું ત્યારે તેની માતા અને બહેન ઘરે હતા.
આ સાથે, તેણી નિધનના થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર પણ સક્રિય હતી. જો કે તેમના નિધન પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અપર્ણાના નિધનથી સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ અભિનેત્રીના ચાહકો પણ આ સમાચારથી દુખી છે.
મળતી માહિતી મુજબ, અપર્ણા નાયર ગઈકાલે સાંજે લગભગ 8 વાગ્યેની આસપાસ ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. પરિવારજનોને આ વાતની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
વધુ વાંચો:શું જાહ્નવી કપૂરે સાચેજ બોયફ્રેન્ડ શિખર પહરિયા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી, વિડીયો થયો વાયરલ…
આમ છતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમનું અવસાન નિપજ્યું હતું. જો કે અપર્ણાના મોત પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આવી સ્થિતિમાં પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
અભિનેત્રીના આકસ્મિક વિદાયથી તેના પરિવારના સભ્યોથી લઈને તેના ચાહકો સુધી દરેક ખૂબ જ દુઃખી છે. મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર પરિવારમાં તેના પતિ અને બે પુત્રીઓને છોડીને ચાલી ગઈ છે.
photo credit: (google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.