ચંદ્રયાન-3નું ગૌરવ આખા ભારતમાં જ નહીં આખી દુનિયામાં પ્રસરી ગયું છે હાલ રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્રમાંથી વૈજ્ઞાનિક ડેટા એકત્રિત કરી પૃથ્વી પર મોકલી રહ્યા છે. 14 દિવસના મિશનનો લગભગ અડધો ભાગ પૂર્ણ થઈ ગયો છે દરેકના મનમાં એક પ્રશ્ન જરૂર હશે કે શું 14 દિવસ પછી પણ વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરવાનું ચાલુ રાખશે કે શું કરશે.
ચંદ્રયાન-3 મિશનનો હિસ્સો રહેલા એમ શ્રીકાંતે જવાબ આપ્યો છે તેમણે એવી સંભાવના વ્યક્ત કરી છે કે 14 દિવસની રાતો પછી જ્યારે સૂર્ય ચંદ્ર પર ફરીથી ઉગે છે ત્યારે ચંદ્રયાન-3 ફરી કામ કરી શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, 23 ઓગસ્ટના રોજ સૂર્ય ચંદ્ર પર આવ્યો હતો અને 14 દિવસ સુધી સૂર્યપ્રકાશ રહેશે. ત્યાં સુધી પ્રજ્ઞાન અને વિક્રમ પણ કામ કરતા રહેશે, પણ જેમ જેમ સૂરજ આથમશે અને રાત શરૂ થશે તેમ બંને નિષ્ક્રિય થઈ જશે.
વધુ વાંચો:ચંદ્ર પર વેચાઈ રહી છે ‘સાવ’ આટલા રૂપિયામાં જમીન, જાણો ભારતીયો કેવી રીતે ખરીદી શકે…
જો કે, 14 દિવસની રાત્રિઓ પછી, જ્યારે સૂર્ય ફરીથી ઉગે છે, ત્યારે પ્રજ્ઞાન અને વિક્રમ કામ પર પાછા આવી શકે છે શ્રીકાંતે કહ્યું અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે અમે એક ચંદ્ર દિવસ (14 પૃથ્વી દિવસ) દરમિયાન શક્ય તેટલો વૈજ્ઞાનિક ડેટા એકત્રિત કરીએ, જ્યારે ત્યાં સૂર્યપ્રકાશ હોય.
હવે વધુ સાત દિવસ સુધી રોવર અને લેન્ડર ચંદ્ર પર કામ કરશે અને પછી સૂર્યાસ્ત થયા પછી કામ કરવાનું બંધ કરી દેશે. અમને ખાતરી છે કે જ્યારે રાત પૂરી થશે અને સૂર્ય ચમકશે, ત્યારે તે બંને ફરીથી ચંદ્ર પર સક્રિય થઈ જશે અને જો આમ થશે તો અમારા માટે સારું રહેશે કે વધુ ડેટા એકત્ર કરી શકાશે આમ ન થાય તો પણ અમારું મિશન સફળ થશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.