Make delicious Gujarati Kathiawadi Ondhi using this easy recipe

આ સરળ રેસિપીનો ઉપયોગ કરીને બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી કાઠીયાવાડી ઊંધિયું, આંગળિયો ચાટતા રહી જશો…

Breaking News Uncategorized

જો તમે ગુજરાતી હશો તો તમે ઊંધિયું અવશ્ય ખાધું જ હશે.આમ તો ગુજરાતીઓને ભાવતી વસ્તુ ખાવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી હોતી પરંતુ ઊંધિયું એક એવી ડિશ છે જે 14 જાન્યારી એટલે કે ઉતરાયણના તહેવાર પર તો દરેક ગુજરાતીના ઘરે બને જ ગુજરાતી માટે ઊંધિયા વિના ઉતરાયણ અધૂરી કહી શકાય.

એટલે ગુજરાતીઓ તો આની રેસિપી જાણતા જ હશે પણ જો તમે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી વાનગીઓના ચાહક છો તો જાણી લો આ રેસિપી સામગ્રી લીલા લાલ સુકા મરચા તેલ તજ લવિંગ પલાળેલી ખારેક ખાંડ કોપરનો છીણ ઉધિયાનો મસાલો (બાદશાહનો મસાલો સારો રહે) આ સિવાય રોજિંદા મસાલા.

જેવા મરચું પઉડર હળદર મીઠું જીરું ઊંધિયામાં નાખવા માટે શાક અને લીલવણ લીલા વટાણા, લીલા ચણા, વાલ , રીંગણ,ફુલાવર,કાચા કેળા બટેટા,કોબીજ (તળી લેવા) સુરણ (બાફી લેવા) સાથે વાલોળ સાથે જ રતાળુ (બાફી લેવું) ઊંધિયા ના મુઠીયા બનાવવાની સામગ્રી ચણાનો લોટ મેથી લીંબુ (ખટાશ) માટે.

ઊંધિયું બનવાની રીત કઢાઈમાં તેલ લઇ રાઈનો વઘાર કરવો, તેમાં લીલાં,લાલ સુકા મરચા, તજ લવિંગ,જીરું, ખારેક નાખો,ત્યારબાદ તેમાં ભેગા કરેલા લીલા વટાણા, લીલા ચણા, વાલ, લીલી મરચી,આદુ વગેરે ઉમેરો.જે બાદ ખાંડ ઉમેરો જેથી વટાણા અને અન્ય દાણા જલ્દી ચડી જાય.થોડું પાણી ઉમેરી.૨૦-૨૫મિનિટ સુધી દાણા ચઢવા દો. જે બાદ બીજુ પાણી ઉમેરો.

ત્યારબાદ તેમાં હળદર, મરચું ,ધાણા જીરું જરૂર મુજબ નાખો.ત્યારબાદ ફરી થોડું પાણી નાખો.ત્યારબાદ કાપેલા ટામેટા,કોથમીર અને તૈયાર કરેલા મુઠીયા નાખો.ત્યારબાદ થોડી ખારેક બાફીને નાખો. ત્યારબાદ રીંગણ, સુરણ અને બાકીના બાફેલા શાક નાખો.ત્યારબાદ ફરી જરૂર મુજબ પાણી નાખી તેમાં તળેલું કોબીજ નાખો.

ત્યારબાદ વાલોળ, પાપડી, કાચા કેળા અને રતાળુ ઉમેરો.સાથે જ સફરજન, દ્રાક્ષ,બાફેલા બટાકા ઉમેરી થોડું પાણી ઉમેરો ત્યાર બાદ ફરી ખાંડ નાખો, લીંબુનો રસ ઉમેરો. કોપરાનું છીણ નાખી જરૂર અનુસાર ફરી સ્વાદ માટે મરચું પાઉડર અને કોથમીર નાખો સાથે જ સ્વાદ માટે ,ઉધિયાનો મસાલો નાખો.

છેલ્લે સ્વાદ મુજબ મીઠુ ઉમેરો.ત્યારબાદ નાનકડી કઢાઈમાં તેલ ગરમ કરી લીલાં,લાલ સુકા મરચા, તજ લવિંગ,હિંગ, હળદર,મરચું પાવડર નાખી વઘાર કરી તૈયાર થયેલા વઘારને તૈયાર ઊંધિયા મા ઉમેરો ત્યારબાદ કોથમીર થી ગાર્નિશ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *