મિત્રો હાલમાં આખા ગુજરાતમાં હવામાન ઉપર નીચે જોવા મળી રહ્યું છે એવામાં જુન મહીના મા આ 5 દીવસ કડાકા સાથે અતિભારે વરસાદ ની હવામાન વિભાગ ની આગાહી કરવામાં આવી છે ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યાં ક્યાં વરસાદ આવી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા 7 થી 11 જૂન દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એમ કરીને સાયક્લોન વિકસિત થઈ રહ્યા છે જેથી જૂનમાં ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે જૂન મહિનો પૂરો થશે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી શકે છે સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક સ્થળોએ વરસાદ થશે.
અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય થઈ શકે છે અરબી સમુદ્રમાં ચક્રવાત 3 થી 7 જૂન અને બંગાળની ખાડીમાં 7 થી 10 જૂન દરમિયાન સક્રિય થશે. સાયક્લોન હશે તેનો સંભવિત માર્ગ ઓમાન તરફ અથવા સૌરાષ્ટ્ર તરફ હોઈ શકે છે. ગુજરાત તરફ આગળ વધ્યું તો રોહિણી નક્ષત્રના સમયગાળા વચ્ચે સારો વરસાદ થશે.
વધુ વાંચો:તાબડતોડ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો હવે શું થશે આગળ…
આ પ્રમાણે સાયક્લોન ઓમાન તરફ આગળ વધે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. હવે જોવાનું રહ્યું કે આખરે આ વરસે ચોમાસુ કેવું રહેશે. અંબાલાલ પટેલે પણ આગાહી કરો હતી અને તેમણે પણ જણાવ્યું હતું કે આ જૂનના શરૂઆતમાં વરસાદ શરૂ થશે અને જૂનના અંત સમયે ચોમાસુ બેસી જશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.