Meteorologist Ambalal Patel made a big prediction amid the heat

તાબડતોડ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો હવે શું થશે આગળ…

Breaking News

હાલમાં નામચીન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની એક ખૂબ જ હેરાન કરી નાખનાર આગાહી વિષે વાત કરવાના છીએ જેમાં તેમણે વરસાદ અંગે મોટી આગાહી કરી હોવાનું સામે આવ્યું છે ગુજરાતના વાતાવરણમાં ક્યારે પલટો આવી શકે તેનું નક્કી જ નથી ઘડીક વરસાદ તો ઘડીક કાળઝાળ ગરમી ત્યારે હવે.

અખાત્રીજનાં પવન પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલએ જણાવતા કહ્યું છે કે આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે તેમજ આગામી વખતે ફરી એકવાર કમોસમી વરસાદ થઇ શકે છે.

માત્ર એટલું જ નહી પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં અરબ સાગરમાં ચક્રવાત એક્ટિવ થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે તે પ્રકારની આગાહી નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ ખાબક્યા બાદ એપ્રિલ મહિનાના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો.

વધુ વાંચો:દાનવીર અને ગરીબોના મસીહા એવા નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈના જીવનની સંઘર્ષભરી કહાની વિષે જાણો…

આટલું જ નહી પણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

તો સાથે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ગરમી અને કમોસમી વરસાદને લઈને પણ આગાહીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. વાત કરીએ મગફળી, તલ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરતા ખેડૂત ચિંતાતુર બન્યો છે.

નોધ: હાલમાં સામે આવેલી માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી તમારા સુધી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમની વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *