Millions of salutes to Police Constable Varshaben Thakor

પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ઠાકોરને લાખો સલામ, 5 કિલોમીટર સુધી ખભા પર ઉંચકીને વૃદ્ધ માજીને બચાવી લીધા…

Breaking News

ગુજરાતના કચ્છની એક પોલીસ કોસ્ટેબલ મહિલાએ માનવતની એક એવી મિશાલ પુરી પાડી છે જેને સાંભળીને તમે પણ એમને સલામ કરશો કચ્છના એક મંદરીમાં મોરારી બાપુની રામકથા સાંભળવા ગયેલ એક વૃદ્ધ માજી બેહોશ થઈ ગયા.

ત્યારે મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધ મહિલાની મદદ કરી મહિલા પોલીસ કર્મીએ રણની પ્રચંડ ગરમીમાં વૃદ્ધાને પાંચ કિલોમીટર પોતાના ખભા પર ચાલતા હેમખેમ ઘરે પહોંચ્યાડયા હતા મહિલાના આ સારા કામની ખુબ પ્રશંસા થઈ રહી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલા પોલીસ કર્મીની પ્રશંસા કરી છે.

હકીકતમાં કચ્છના ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે જુના ભંજડા દાદા મંદિરમાં મોરારી બાપુની રામકથા થઈ રહી હતી કથા સાંભળવા એક 86 વર્ષની મહિલા જઈ રહી હતી એ દરમિયાન તે બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ આ વાતની જાણકારી ત્યાં બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલ વર્ષાબેન ઠાકોરને થઈ હતી.

વધુ વાંચો:દુનિયાના સૌથી અમીર માણસો પણ સલામી થોકે એવા છે ગુજરાતના આ ધનવાન વીરલાઓ, જાણો…

તે દરમિયાન એમણે વૃદ્ધાને પાણી પીવડાવ્યું અને રણમાં ભીષણ ગરમીમાં 86 વર્ષના વૃદ્ધ માજીને ખભા પર ઉંચકીને સહી સલામત જગ્યાએ મોકલી આવ્યા હતા આ મહિલા પોલીસ અત્યારે કચ્છના રાપરમાં ફરજ બજાવે છે.

વર્ષાબેન ઠાકોરનું મૂળ વતન બનાસકાંઠાના થરાદ તાલુકાના ઉંદરાણાના વતની છે જેમણે માનવતનો શ્રેષ્ઠ ધર્મ નિભાવીને એક મિશાલ પુરી પાડી છે મિત્રો વર્ષાબેનનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *