ક્રિકેટર મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાના લગ્નની અફવા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય છે. વાસ્તવમાં, જ્યારથી સાનિયા મિર્ઝાનો શોએબ મલિક સાથેનો સંબંધ ખતમ થયો છે ત્યારથી તેના અને મોહમ્મદ શમીના લગ્નના સમાચારો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
હવે ક્રિકેટરે આ બાબતોને માત્ર અફવા ગણાવી છે અને ખોટા સમાચાર ફેલાવનારાઓને પડકાર ફેંક્યો છે તમને જણાવી દઈએ કે હવે પહેલીવાર મોહમ્મદ શમીએ પણ પોતાનું મૌન તોડ્યું છે. આ મામલે શમીએ સ્પષ્ટપણે આ રીતે અફવા ફેલાવનારાઓને કડક ચેતવણી આપી છે.
એક યુટ્યુબ શો પર વાતચીત દરમિયાન જ્યારે મોહમ્મદ શમીને આ બાબત વિશે પૂછવામાં આવ્યું તો તેણે સૌથી પહેલા આવી અફવા ફેલાવનારાઓને ખુલાસો કર્યો. પછી અચાનક તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો તમારા વેરિફાઈડ એકાઉન્ટ સાથે આવી પોસ્ટ શેર કરો અને પછી જુઓ હું શું કરું છું.
આ પણ વાંચો:લગ્નમાં રાધિકાની બહેન અંજલિએ લૂંટી લાઈમલાઇટ, અનંત અંબાણીની સાળી લાગી ખૂબસૂરત, જુઓ…
તેમણે વધુમાં કહ્યું કે આ એકદમ વિચિત્ર છે, હું આના પર શું કહું, હું એટલું જ કહીશ કે ખોટા સમાચાર ન ફેલાવવા જોઈએ. હું સંમત છું કે મીમ્સ હોવા જોઈએ, કારણ કે તેમાં કંઈ ખોટું નથી, પરંતુ ખોટી બાબતો વિશે અફવા ફેલાવવી ખોટું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.