Motivational Speaker Sandeep Maheshwari

મોટિવેશનલ સ્પીકર હોવા ઉપરાંત સંદીપ મહેશ્વરી એક સફળ બિઝનેસમેન પણ છે, જાણો તેમના વિષે જાણી અજાણી વાતો…

Breaking News

મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરીને કોણ નથી ઓળખતું. આ એક એવું વ્યક્તિત્વ છે જેને આખા દેશના યુવાનો પોતાની પ્રેરણા માને છે. તે ઘણીવાર પ્રેરક સેમિનાર અને તેના વીડિયો દ્વારા યુવાનોને જીવનમાં આગળ વધવા અને સફળતાના શિખરો સુધી પહોંચવા માટે પ્રેરણા આપે છે. નિષ્ફળતામાંથી શિક્ષણ લઈને તેણે જે રીતે જીવનમાં સફળતા હાંસલ કરી તે ખૂબ જ પ્રેરણાદાયી છે.

સંદીપ મહેશ્વરી માત્ર એક પ્રેરક વક્તા જ નથી પણ એક મહાન ફોટોગ્રાફર અને બિઝનેસમેન પણ છે. સંદીપ મહેશ્વરી જણાવે છે કે મારો જન્મ દિલ્હીમાં એક મધ્યમ વર્ગ પરિવારમાં થયો હતો, પિતાનું નામ કિશોર મહેશ્વરી છે અને તેઓ એલ્યુમિનિયમનો ધંધો કરતા હતા. હું માત્ર 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, તે દરમિયાન એલ્યુમિનિયમનો વ્યવસાય બંધ થઈ ગયો. તે ધંધો જ પરિવારની રોજીરોટીનું સાધન હતું, આવી સ્થિતિમાં ધંધો બંધ થતાં આર્થિક સંકટ સામે આવ્યું હતું.

વધુમાં તેઓ જણાવે છે કે ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે શિક્ષણ લેવાની સાથે સાથે નાની નોકરીમાં જોડાઈ ગયો, મેં આગળ ભણવાની ઈચ્છા છોડી ન હતી. નોકરી કરતી વખતે તેણે B.Com નો અભ્યાસ કરવા એક કોલેજમાં એડમિશન લીધું. પરંતુ ઘરની નબળી સ્થિતિને કારણે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.

વધુ વાંચો:બધાનો પરસેવો છોડાવનાર આ સુંદર છોકરી કોણ છે, હાલમાં ચારેય બાજુ થઈ રહી છે ચર્ચા, જાણો…

તેઓ આગળ જણાવે છે કે મને ફોટોગ્રાફીનો શોખ પણ પૂરો કરવાનો પ્રયાસ શરૂ કર્યો. વારંવારની નિષ્ફળતા છતાં પણ તેણે હિંમત હારી નહીં અને ઓડિયો વિઝ્યુઅલ નામની કંપની શરૂ કરી આ વખતે પણ તે નિરાશ થયો હતો. તે પછી ત્રણ મિત્રો સાથે વર્ષ 2002માં બીજી કંપનીની સ્થાપના કરી.

આ વખતે અપેક્ષા હોવા છતાં આ કંપની પણ 6 મહિનામાં જ બંધ થઈ ગઈ હતી.સતત નિષ્ફળતાઓથી તે ખૂબ જ પરેશાન હતો. આવી સ્થિતિમાં જ્યારે તેનું મન અશાંત રહેતું ત્યારે તે પોતાના કેમેરાથી ફોટોગ્રાફી શરૂ કરી દેતા અને લીધેલા તમામ ફોટા એકઠા કરી લેતા.

એકવાર તેણે 10 કલાકની અંદરમાં 122 મોડલના 10 હજારથી વધુ ફોટા લઈને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. આ સફળતાએ તેના આત્મવિશ્વાસમાં ફરી વધારો કર્યો અને ત્યાંથી તેની ફોટોગ્રાફી કારકિર્દી શરૂ થઈ હતી તેમ સંદીપ સાહેબે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *