મુંબઈમાં પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પરિવાર સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના લોકપ્રિય ગીત ‘દીવાંગી દીવાંગી’ પર ડાન્સ કર્યો હતો.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ પર્ફોર્મન્સ દરમિયાન ભરતનાટ્યમની ઝલક પણ બતાવી અને અંબાણી પરિવાર સાથે દિલથી ડાન્સ કર્યો ગુલાબી લહેંગામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે મુકેશ અંબાણી નેવી બ્લુ કુર્તા પાયજામા અને મેચિંગ જેકેટમાં એકદમ શાનદાર લાગતા હતા.
આ પણ વાંચો:શું ફરીથી પ્રેગ્નેન્ટ છે? દીપિકા કક્કડ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી? ફેન્સ થયા કન્ફ્યુઝ…
આ લોકપ્રિય બોલિવૂડ ટ્રેક પર અનંત-રાધિકા પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી સાથે ઈશા અંબાણી, આનંદ પીરામલ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સ્ટેજ પર ‘દીવાંગી દીવાંગી’માં ફિલ્મી સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં સલમાન ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.