નવું વર્ષ ચાલુ થવાની સાથેજ ધીરે ધરે ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે ત્યારે હવે આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી ક્યારે જશે અને ગરમી ક્યારે આવશે તેની આગાહી કરી દીધી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે સાથે જ તેમણે ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે જેમાં હિમવર્ષા જેવી ઠંડી અનુભવાશે. ગુજરાત હિમાલય જેવુ ઠંડુ બની જશે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે જાન્યુઆરીના અંતમાં ભારે હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. અને એ સમયે ઠંડીમાં ઘટાડો થશે.
વધુ વાંચો:ભારતને લાગ્યો ઝટકો: ઈંગ્લેન્ડ સામેની પહેલી બે ટેસ્ટ મેચમાંથી બહાર થયા વિરાટ કોહલી, આ ખેલાડીને મળશે મોકો…
અંબાલાલ પટેલે કહ્યું કે બીજા મહિનાની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે વધુમાં આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.