કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેન ચાંડીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું છે. તેમના પુત્ર ચાંડી ઓમ્માને ફેસબુક પર પોસ્ટ કરીને પિતાના નિધનની માહિતી આપી હતી.ઓમ્માને લખ્યું, ‘અપ્પા ગુજરી ગયા.’ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓમેન ચાંડી બેંગલુરુમાં કે!ન્સરની સારવાર લઈ રહ્યા હતા.
કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરને કેરળના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, ‘પ્રેમ’ની શક્તિથી દુનિયાને જીતી લેનાર રાજાની કહાનીનો કરુણ અંત આવ્યો છે. આજે, એક મહાન વ્યક્તિ, ઓમેન ચાંડીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમેન ચાંડીએ ગયા વર્ષે રાજ્ય વિધાનસભાના સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ચાંડી છેલ્લા 52 વર્ષથી સતત ધારાસભ્ય છે.
ઓમન ચાંડી 1970માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા ત્યારે તેની ઉંમર 27 વર્ષની હતી. તેઓ સૌપ્રથમ કેરળના પુથુપલ્લી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા અને ત્યાર બાદ આ વિધાનસભામાંથી તેમની જીતનો સિલસિલો ચાલુ રહ્યો. તે 53 વર્ષ સુધી અજેય હતા.
વધુ વાંચો:પાકિસ્તાની દુલ્હન સીમા હૈદરના પહેલા પતિનો મોટો ખુલાસો, જાણો સીમા હૈદરના દાવા પર તેમણે શું કહ્યું…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.