પ્રખ્યાત પંજાબી લોક ગાયક સુરિન્દર શિંદાનું નિધન થયું છે. તેમણે DMC હોસ્પિટલમાં લુધિયાણામાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 64 વર્ષના હતા. થોડા સમય પહેલા તેમને ફૂડ પાઈપ ઓપરેટ કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓ બીમાર થઈ ગયા હતા.
તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને છેલ્લા 20 દિવસથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને વેન્ટિલેટર લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. સુરિન્દર પોતાની પાછળ પત્ની જોગીન્દર કૌર અને પુત્રો મનિન્દર અને સિમરનને છોડી ગયા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સુરિન્દરને બાળપણથી જ સંગીતનો શોખ હતો અને તેણે ચાર વર્ષની ઉંમરથી સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેમને સંગીત વારસામાં મળ્યું હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શાળા હાટા શેર જંગ સરકારી શાળામાંથી થયું હતું. ભણતર પૂરું કર્યા પછી તેને સરકારી નોકરી મળી.
વધુ વાંચો:Love Story: પ્યારમાં ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ એ નસરુલ્લા સાથે કર્યા લગ્ન, ફાતિમા બનીને કર્યા નિકાહ…
સુરિન્દર શિંદાએ ઉસ્તાદ જસવંત ભામરા પાસેથી સંગીતની બારીકીઓ શીખી હતી. તે સમયે ભામરા નેશનલ કોલેજમાં સંગીતના પ્રોફેસર હતા. તેમણે 165 થી વધુ ગીતોની કેસેટો બહાર પાડી હતી તેમનું પહેલું ગીત ઉચ્છ બુર્જ લાહોર દા હતું જે ખૂબ જ હિટ બન્યું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.