દોસ્તો હાલમા જ રણબીર કપૂર સ્ટેન્ડ અપ કોમેડિયન ઐશ્વર્યા મહાજનનો ઇન્ટરવ્યુ લેતો જોવા મળ્યો હતો અને આ દરમિયાન તેણે તેના અંગત જીવન મિત્રો અને વધુ વિશે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
વાતચીતમાં રિલેશનશિપ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રણબીર કપૂરે કહ્યું કે તેણે તેના મિત્રોને સલાહ આપી છે કે જો તેઓ ખુશ નથી તો રિલેશનશિપમાંથી બહાર નીકળી જવું જોઈએ જો કે, આ દરમિયાન રણબીર કપૂરે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના સંબંધો વિશે પણ કંઈક એવું કહ્યું જે આ દિવસોમાં ચર્ચામાં છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
રણબીરે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના સંબંધો પર પોતાનું મૌન તોડ્યું છે વાતચીત દરમિયાન ઐશ્વર્યા મહાજને રણબીર કપૂરને કહ્યું કે તે આદિત્ય રોયને ખૂબ પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.
વધુ વાંચો:ઠંડા પાણીમાં ઉતરીને અભિનેત્રી જેકલીન ફર્નાડીઝે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીર જોઈ ફેન્સ થયા પાણી પાણી…
આ પછી રણબીર સીધો આદિત્યને ફોન કરે છે અને ઐશ્વર્યાને તેની સાથે વાત કરવા માટે બોલાવે છે. ત્યારે રણબીર કહે છે કે આદિત્યને એવી છોકરીઓ ગમે છે જેનું નામ A થી શરૂ થાય છે. રણબીરના જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે આદિત્ય રોય અને અનન્યા પાંડે એકબીજાને ડેટ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે રણબીર કપૂરનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આના પર કોમેન્ટ કરતા ચાહકો આદિત્ય અને અનન્યાના સંબંધ વિશે વાત કરી રહ્યા છે.