પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે શનિવારે પોતાના ત્રીજા લગ્નની જાહેરાત કરી હતી. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. શોએબના બીજા લગ્ન 2010 માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે થયા હતા.
પરંતુ 2022 થી બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા આવી સ્થિતિમાં જ્યારે શોએબના ત્રીજા લગ્ન વિશે જાણવા મળ્યું, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે સાનિયાના છૂટાછેડા થઈ ગયા છે શોએબના લગ્ન પર સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાનું નિવેદન પણ આવ્યું છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
સાનિયાના પિતાએ કહ્યું કે તે ‘ખુલા’ છે. વાસ્તવમાં ‘ખુલા’ એ મુસ્લિમ મહિલાનો અધિકાર છે કે તે તેના પતિને એકતરફી છૂટાછેડા આપે.
શોએબ મલિકના નવા પ્રકરણમાં પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથેના તેમના સંબંધોનો સમાવેશ થાય છે જેમણે અગાઉ 2020 માં ગાયક ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, બે મહિના પહેલા સના જાવેદ અને ઉમૈર જસવાલના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા.
વધુ વાંચો:સાનિયા મિર્ઝાને છોડીને શોએબ મલિક જેના પર લટ્ટુ થયા, જાણો કોણ છે સના જાવેદ અને શું કરે છે…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.