બૉલીવુડ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા બિરબલ ખોસલાનું 84 વર્ષની વયે નિધન થયું છે અભિનેતાએ ગઈકાલે એટલે કે મંગળવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.
બીરબલ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને મુંબઈની ધીરુભાઈ કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં અભિનેતા પોતાના જીવનની લડાઈ હારી ગયો હતો બિરબલ ખોસલાના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે.
સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે બીરબલ ખોસલાનું સાચું નામ સતીન્દર કુમાર ખોસલા હતું. હિન્દી ફિલ્મોની સાથે તેણે પંજાબી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું વર્ષ 1976માં તેણે ફિલ્મ ઉપકારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.
વધુ વાંચો:શરમજનક બનાવ!! ગ્રાહકે બિરયાની સાથે એકસ્ટ્રા રાયતુ માંગ્યું તો વેટરોએ ભેગા થઈને પીટી નાખ્યો, જાણો સમગ્ર મામલો…
જે પછી બીરબલ ખોસલાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. ચાર દાયકાની કારકિર્દીમાં તેણે મોટાભાગે કોમેડી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મી સફરમાં તેણે એક શ્રેષ્ઠ પાત્ર ભજવ્યું હતું.
photo credit: Manoranjannama(google)
તમને જણાવી દઈએ કે એકટર બીરબલે મેરા ગાંવ મેરા દેશ, તપસ્યા, સદમા, દિલ, ફિર કભી, રાસ્તે કા પથ્થર, અમીર ગરીબ, સુન મેરા લૈલા, અનીતા, ઇન્સાન લખી હતી. મોહબ્બત કી આરઝૂ અને શોલે સહિત ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.