Silence in the cricket world two cricketers died in a car accident at the same time

દુ:ખદ! ક્રિકેટ જગતમાં છવાયો સન્નાટો, કાર અકસ્માતમાં આ બે દિગ્ગજ ક્રિકેટરનું થયું અવસાન…

Sports

ક્રિકેટ જગતમાંથી હાલ દુખદ ખબર સામે આવી છે એક સાથે બે દિગ્ગજ ક્રિકેટરનુંનું કાર અકસ્માતમાં અવસાન થયું છે ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. તમને જણાવી દઈએ કે આ દિગ્ગજ ખેલાડીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે રમી હતી.

ત્યારબાદ તેઓ પસંદગીકારોના અધ્યક્ષ પણ રહ્યા. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા અનુભવી ઓફ સ્પિનર ​​ક્લાઈડ બટ્સનું નિધન થયું છે. ગયાનાના પૂર્વ કેપ્ટન અને વેસ્ટ ઈન્ડિઝના ઓફ સ્પિનરનું શુક્રવારે કાર અકસ્માતમાં અવસાન થયું છે.

విండీస్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం.. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు  మృతి | Cricket West Indies Mourn Loss Of Veteran Cricketers Clyde Butts And Joe  Solomon - Sakshi

ફોટો ક્રેડિટ: ગૂગલ

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે સોશિયલ મીડિયા પર તેમના નિધનની પુષ્ટિ કરી છે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે એક ટ્વિટમાં લખ્યું – ગુયાનાના પૂર્વ કેપ્ટન અને વેસ્ટ ઈન્ડિઝના ઓફ સ્પિનર ​​ક્લાઈડ બટ્સનું આજે સાંજે નિધન થયું છે. અમે તેમના પરિવાર, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમની આત્માને શાંતિ મળે.

વધુ વાંચો:ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો આંચકો, માત્ર 24 વર્ષની વયે આ અભિનેત્રીનું હદય બંધ પડતાં નિધન…

ક્લાઈડ બટ્સ 1980ના દાયકાની પ્રભાવશાળી વેસ્ટ ઈન્ડિઝ ટીમનો એક ભાગ હતો. બટ્સે 1985માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 1988માં ભારત સામે છેલ્લી મેચ રમી હતી. બટ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે 7 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં 10 વિકેટ ઝડપી હતી તેમણે 108 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે 87 ફર્સ્ટ ક્લાસ મેચમાં 348 વિકેટ લીધી હતી ક્લાઈડ બટ્સના નામે 32 લિસ્ટ-એ મેચોમાં 32 વિકેટ છે.

તેમની સાથે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન જો સોલોમનનું પણ નિધન થયું છે. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. જો સોલોમનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર સાત વર્ષ જ ચાલી. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 27 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં એક સદી અને 9 અડધી સદીની મદદથી 1326 રન બનાવ્યા હતા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *