રાહુલ દ્રવિડ બાદ ભારતીય ક્રિકેટ ટીમને નવા મુખ્ય કોચ મળ્યા છે બીસીસીઆઈએ ગૌતમ ગંભીરની મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગંભીર રાહુલ દ્રવિડના સ્થાને ભારતના મુખ્ય કોચ બનશે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
42 વર્ષીય ગંભીર 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. આ સાથે, તેમની મેન્ટરશિપ હેઠળ, KKRએ IPL 2024નો ખિતાબ જીત્યો. તેની કપ્તાનીમાં કોલકાતા બે વખત આઈપીએલ ચેમ્પિયન પણ બની ચુક્યું છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગંભીરની મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. તેણે લખ્યું- હું ખૂબ જ ખુશ છું કે હું ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્વાગત કરું છું. આધુનિક સમયમાં ક્રિકેટનો ઝડપથી વિકાસ થયો છે અને ગૌતમે આ બદલાતા માહોલને નજીકથી જોયો છે.
આ પણ વાંચો:ગુમ થયા બાદ ‘રોશન સિંહ સોઢી’ પહેલીવાર જોવા મળ્યા, તારક મહેતા શોને લઈને કહી આવી વાત…
તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કરીને પોતાની ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે ગૌતમ ઘંભીર આદર્શ વ્યક્તિ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.