શ્રીલંકના કોલંબોના સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે એશિયા કપના સુપર 4 રાઉન્ડનો મુકાબલો 14 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારે રમાશે જે પણ ટીમ આ મેચ જીતશે તેને ફાઈનલમાં રમવાની ટિકિટ મળશે. ત્યારબાદ ફાઇનલ મુકાબલો 17 સપ્ટેમ્બરના રોજ એશિયા કપની ટ્રોફીની ટક્કર માટે માટે ભારત સાથે થશે.
જો આ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો કઈ ટીમને ફાઈનલની ટિકિટ મળશે તે અંગે ફેન્સ હજુ અજાણ છે રોહિત શર્માની કેપ્ટનશિપમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાએ 11મી વખત એશિયા કપ ફાઈનલની ટિકિટ મેળવી છે.
કોલંબોમાં શ્રીલંકાને હરાવી ભારતીય ટીમે ફાઇનલમાં પગ મૂક્યો છે હવે 17 સપ્ટેમ્બરે એશિયા કપ 2023ના ખિતાબી મુકાબલામાં ભારત સામે પાકિસ્તાન કે શ્રીલંકા બેમાંથી એક ટીમ હોઈ શકે છે. હાલ ટીમ ઈન્ડિયાની નજર એશિયા કપની આઠમી ટ્રોફી જીતવા પર છે.
શ્રીલંકાના કોલંબોમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સેમી ફાઇનલ મુકાબલો થવાનો છે. કોલંબોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જો વરસાદના કારણે આ મેચ રદ થઈ તો બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટ વહેંચાઈ જશે. શ્રીલંકા અને પાકિસ્તાન બંને ટીમોના 3-3 અંક થઈ જશે.
વધુ વાંચો:પુષ્પા 2 અને સિંઘમ 3 ફિલ્મ એક જ દિવસે થશે રિલીઝ, બંને વચ્ચે થશે જોરદાર ટક્કર…
આવામાં ફાઈનલમાં પહોંચવા માટે નેટ રનરેટ જોવામાં આવશે શ્રીલંકાનો નેટ રનરેટ -0.200 છે જ્યારે પાકિસ્તાનનો નેટ રનરેટ -1.892 છે. આવામાં જો મેચ વરસાદના કારણે રદ થઈ જાય કે પછી પરિણામ ન આવે તો પાકિસ્તાને બહાર થવું પડશે અને ફાઈનલમાં શ્રીલંકા અને ભારતનો આમનો સામનો થશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.