દોસ્તો હાલમાં ખબર સામે આવી છે કે એશિયા કપ છોડીને ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ શ્રીલંકાથી ઈન્ડિયા પાછા આવ્યા છે કેમકે બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયા છે. જસપ્રીત બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશના ઘરે પારણું બંધાયું છે. સોમવારે પુત્રને જન્મ આપ્યો છે. સ્ટાર કપલે પુત્રનું નામ ‘અંગદ’ રાખ્યું છે.
ભારતીય ફાસ્ટ બોલરે ટ્વિટર પર આ સમાચાર શેર કર્યા છે બુમરાહે લખ્યું અમારો નાનો પરિવાર વિકસ્યો છે અને અમારું હૃદય અમે ક્યારેય કલ્પના કરી શક્યું ન હતું તેટલું ભરેલું છે આજે સવારે અમે અમારા પુત્ર અંગદ, જસપ્રિત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું અમે ખૂબ જ આનંદિત છીએ અને અમારા જીવનમાં આ નવો અધ્યાય લાવશે તે બધું માટે રાહ જોઈ શકતા નથી.
વધુ વાંચો:ચંદ્રયાન-3માં કાઉન્ટડાઉનનો અવાજ આપનાર ISRO ના દિગ્ગજ વૈજ્ઞાનિકનું થયું નિધન, જુઓ કોણ હતું…
બુમરાહ એશિયા કપ અધવચ્ચે જ છોડીને પરત ફર્યો હતો, તેથી તે સોમવારે એટલે કે આજે નેપાળ સામેની મેચમાં રમી શકશે નહીં. જો કે હવે તે સુપર ફોરમાં રમાનાર મેચ માટે ફરીથી ટીમનો ભાગ બનશે કે કેમ તે જોવું રહ્યું.
photo credit: Naidunia(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.