કિંગ ઓફ સાળંગપુર વિવાદમાં દિવેસે ને દિવસે હોબાળો થઈ રહ્યો છે એક દિવસ પહેલાજ એક સનાતની ભક્ત દંડો લઈને તોડવા આવી પહોંચ્યો હતો. હવે વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે બળવો જોવા મળી રહ્યો છે.
સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે મંદિરના સિક્યુરિટી ગાર્ડનો વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો ત્યાં મારો સિક્યોરિટીનો પોઈન્ટ હતો, ત્યારબાદ મંદિરના ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ મારી પાસે એક સહીં લેવામાં આવી હતી.
વધુ વાંચો:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને લઈને દુ:ખદ ખબર, અચાનક તબિયત બગડતા…
તેઓએ વધુમાં કહ્યું કે જે બાદ સાંજે હું નોકરી પછી ઘરે ગયો સવારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે હું સમાજને જણાવવા માગું છું કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે બતાવવામાં આવ્યો છે આમાં હું કંઈ જાણ તો નથીહું નિર્દોષ છું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.