South film star Daniel Balaji dies of cardiac arrest at the age of 48

બ્રેકિંગ: નથી રહ્યા સાઉથ ફિલ્મોના મશહૂર એક્ટર, 48 વર્ષની ઉંમરે કાર્ડિયક અરેસ્ટથી થયું નિધન…

Breaking News Entertainment

સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 માર્ચની રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી બાલાજીનું નિધન થયું હતું.

મળતી માહિતી મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. માત્ર 48 વર્ષની વયે ડેનિયલનું આ રીતે અવસાન તેના પરિવાર અને ચાહકો માટે અત્યંત દુખદ છે. સોશિયલ મીડિયા પર દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

ડેનિયલ સાઉથ સિનેમાનું જાણીતું નામ હતું. ખલનાયકના રોલમાં તેમનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ડેનિયલની કારકિર્દીની શરૂઆત ‘મરુધુનયાગમ’થી થઈ હતી. આ ફિલ્મમાં તેણે યુનિટ પ્રોડક્શન મેનેજર તરીકે કામ કર્યું હતું.

આ પણ વાંચો:કપિલ શર્મા શોને લઈને અર્ચના સિંહે કબૂલ્યું કડવું સત્ય, જેની કોઈને પણ ઉમ્મીદ ન હતી, કહ્યું- નકલી હસવું…

બહુ ઓછા લોકો જાણે છે કે તેણે ‘ચિઠ્ઠી’ નામની ટીવી સીરિયલમાં ડેનિયલનું પાત્ર ભજવ્યું હતું, જેના પછી તેને સ્ક્રીન નામ ડેનિયલ બાલાજી મળ્યું અને તે દરેક ઘર સુધી પહોંચી ગયો.

Tamil actor Daniel Balaji passes away due to heart attack-m.khaskhabar.com

Photo: Tamil actor Daniel Balaji

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *