Suresh Raina opened his own restaurant abroad

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સુરેશ રૈનાએ વિદેશમાં ખોલી પોતાની રેસ્ટોરન્ટ, વિરાટ કોહલીએ પણ આપી બધાઈ…

Breaking News

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રહેલા સુરેશ રૈનાએ પોતાની કારકિર્દીની બીજી ઇનિંગની શરૂઆત કરી છે. ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લીધા બાદ સુરેશ રૈના હવે રસોડાના મેદાનમાં ઉતર્યો છે હવે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના યુરોપમાં લોકોને ભારતીય ભોજન પીરસતો જોવા મળશે.

હકીકતમાં, સુરેશ રૈનાએ યુરોપિયન દેશ નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં પોતાની ભારતીય રેસ્ટોરન્ટ ખોલી છે. સુરેશ રૈનાની રેસ્ટોરન્ટનું નામ તેમના નામ પરથી રૈના રાખવામાં આવ્યું છે સુરેશ રૈનાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને પોતાની નવી રેસ્ટોરન્ટ વિશે માહિતી આપી છે.

ચાહકો સાથે તેની નવી રેસ્ટોરન્ટ વિશેની માહિતી શેર કરતા સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે કે  ડ્રમરોલ વગાડો. રાંધણ વિસ્ફોટ માટે તૈયાર રહો જેમ કે પહેલાં ક્યારેય નહીં હું એમ્સ્ટરડેમમાં રૈના ભારતીય રેસ્ટોરન્ટ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. જ્યાં મારો ખોરાક અને રસોઈ પ્રત્યેનો શોખ ચરમસીમાએ છે.

વર્ષોથી તમે મારા ભોજન અને રાંધણ સાહસો પ્રત્યેનો મારો પ્રેમ જોયો છે અને હવે હું ભારતના વિવિધ ભાગોમાંથી સૌથી અધિકૃત અને અસલી સ્વાદને સીધા યુરોપના હૃદય સુધી લાવવાના મિશન પર છું. નોંધપાત્ર પ્રવાસ માટે તમારી સ્વાદ કળીઓ તૈયાર કરો. જ્યાં દરેક વાનગી એક વાર્તા કહે છે. અને દરેક ભાગ ભારતીય વારસાની ઉજવણી છે.

વધુ વાંચો:ગુજરાતી યુવાને વિદેશના યુવાન ને “માવા” ના રવાડે ચડાવી દીધો, વિડીઓ જોઈ હસવાનું નહી રોકી શકો…

ઉત્તર ભારતના સમૃદ્ધ મસાલાથી લઈને દક્ષિણ ભારતની સુગંધિત કરી સુધી, રૈના ઈન્ડિયન રેસ્ટોરન્ટ એ મારા પ્રિય દેશની વૈવિધ્યસભર અને વાઈબ્રન્ટ રાંધણ ટેપેસ્ટ્રીને શ્રદ્ધાંજલિ છે યુરોપમાં વસતા ભારતીયો અને ભારતમાંથી યુરોપની મુલાકાતે આવતા ભારતીયોને હવે વિદેશમાં પણ ભારતીય ભોજનની કમી નહીં લાગે. સુરેશ રૈનાની નવી રેસ્ટોરન્ટમાં તમને ભારતના લગભગ દરેક રાજ્ય સાથે સંબંધિત પ્રખ્યાત વાનગીઓ ખાવા મળશે રૈનાએ રેસ્ટોરન્ટ ખોલ્યા બાદ વિરાટ કોહલીએ તેને તેના માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે હું જરૂર મુલાકાતે આવીશ.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *