Tata Group will now make iPhone in India

રતન ટાટાના પ્રોજેક્ટને મળી સરકાર તરફથી લીલી ઝંડી, હવે ઘર-ઘર હશે ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોન…

Breaking News Technology

આઈફોનના મેન્યુફેક્ચરિંગને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોમ્પિટિશન કમિશને ટાટા વિસ્ટ્રોનના સોદાને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, હવે ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં તાઇવાનની કંપની વિસ્ટ્રોનના ભારતીય ઓપરેશન્સને ખરીદવા માટે એક સોદો કર્યો હતો.

વિસ્ટ્રોન કંપની પાસે બેંગલુરુમાં એક પ્લોટ પણ છે જ્યાં iPhone એસેમ્બલ કરવામાં આવે છે હવે આ ડીલ માટે ટાટા ગ્રુપ અને વિસ્ટ્રોન વચ્ચે એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. વિસ્ટ્રોનનો પ્લાન્ટ આઇફોન 14 મોડલ્સના ઉત્પાદન માટે જાણીતો છે અને હાલમાં આ પ્લાન્ટમાં 10,000 થી વધુ કામદારો કામ કરી રહ્યા છે.

જ્યારે વિસ્ટ્રોનનો ભારતીય પ્લાન્ટ તેની આઠ પ્રોડક્શન લાઇનમાં આઇફોનનું ઉત્પાદન કરી રહ્યું છે તાઈવાની કંપની વિસ્ટ્રોન કોન્ટ્રાક્ટ પર ઈલેક્ટ્રોનિક સામાન બનાવે છે. વિસ્ટ્રોન ભારતમાં iPhone બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે અને ટાટાએ તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો.

ટાટાના અધિગ્રહણ પછી, વિસ્ટ્રોન સંપૂર્ણપણે ભારતીય બજારમાંથી બહાર થઈ જશે, કારણ કે તે ભારતમાં Apple ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપનીનો એકમાત્ર પ્લાન્ટ છે. તાઈવાની કંપની વિસ્ટ્રોન 2008માં ભારતીય બજારમાં પ્રવેશી, જ્યારે કંપનીએ સંખ્યાબંધ ઉપકરણો માટે સમારકામની સુવિધા પૂરી પાડી. 2017 માં, કંપનીએ તેની કામગીરીનો વિસ્તાર કર્યો અને Apple માટે iPhones બનાવવાનું શરૂ કર્યું.

વધુ વાંચો:દીકરા અહાન સાથે ‘મહાકાલ મંદિર’ પહોંચ્યા અભિનેતા સુનીલ શેટ્ટી, મહાકાલની ભક્તિમાં ડૂબ્યાં બાપ-બેટો…

એપલે ચીન અને યુએસ વચ્ચેના વિવાદ વચ્ચે તેના વૈશ્વિક ઉત્પાદનનો લગભગ 25% ભારતમાં શિફ્ટ કરવાની યોજના જાહેર કરી હતી. એપલ પ્રોડક્ટ્સ એસેમ્બલ કરતી ત્રણ તાઈવાની કંપનીઓમાંથી માત્ર વિસ્ટ્રોન જ ભારત છોડી રહી છે. ફોક્સકોન અને પેગાટ્રોને ભારતમાં તેમની પ્રોડક્શન લાઇનનો વિસ્તાર કર્યો છે.

ભારત સરકાર કંપનીઓને તેમનું ઉત્પાદન અને રોજગાર વધારવા માટે પ્રોત્સાહનો આપી રહી છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ ચીન પર તેમની નિર્ભરતા ઓછી કરી રહી છે. આવી સ્થિતિમાં ભારત રોકાણ માટે પસંદગીના દેશ તરીકે ઉભરી આવ્યું છે. ટાટા ગ્રુપે તાજેતરમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં પ્રવેશ કર્યો છે. તમિલનાડુમાં આવેલી કંપનીની ફેક્ટરી iPhoneની ચેસિસ એટલે કે ઉપકરણની મેટલ બેકબોન બનાવે છે. કંપનીએ ચિપ્સ બનાવવામાં પણ રસ દાખવ્યો છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *