દોસ્તો ભારતની સૌથી લોકપ્રિય કંપની ટાટા ગ્રૂપના માલિક રતન ટાટા એ એક સપનું જોયું હતું કે દરેક ભારતીય પાસે પોતાની એક પર્સનલ કાર હોય જેનાં માટે તેમણે 1 લાખ રૂપિયામાં બનેલી ટાટા નેનો ને 10 જાન્યુઆરી 2008 મા લોન્ચ કરી હતી અને થોડા સમય સુધી જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું.
પણ હાલમાં ચર્ચા થઈ રહી છે કે ટાટા કંપની પોતાની જૂની કાર NANO નું ઇલેક્ટ્રિક વર્ઝન માર્કેટમાં લાવવા જઈ રહી છે તો જો તમે સસ્તી ઈલેક્ટ્રિક કારની રાહ જોઈ રહ્યા હતા તો તૈયાર થઈ જાઓ કારણ કે ટાટાની નવી ઈલેક્ટ્રિક કાર નેનો ટૂંક સમયમાં જ માર્કેટમાં આવવા જઈ રહી છે.
અત્યાર સુધી NANOની લોન્ચિંગ તારીખને લઈને પ્રાપ્ત માહિતી અનુસાર કંપની તેનું મોડલ 2025 સુધીમાં માર્કેટમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે એવી અપેક્ષા છે કે 2025 સુધીમાં નેનો ઇવી સંપૂર્ણપણે ભારતીય બજારમાં પ્રવેશ કરશે. પરંતુ હવેથી માર્કેટમાં નેનોની વધતી માંગને જોતા કંપની તેનું વહેલું મેન્યુફેક્ચરિંગ પણ કરી શકે છે.
આ કારના ફ્યુચર્સની વિશે વાત કરીએ તો Tata Nano EV 200 કિલોમીટરની ARAI રેન્જ આપે છે AC સાથે તે 140 કિમીની રેન્જ આપે છે આ કાર 10 સેકન્ડથી પણ ઓછા સમયમાં શૂન્યથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે. આ કાર 4 સીટર કાર છે.
વધુ વાંચો:માં બન્યા બાદ પહેલીવાર ફેમિલી સાથે જોવા મળી અંબાણી પરિવારની મોટી વહુ, જુઓ ખાસ તસવીરો…
આ કારમાં 72 વોલ્ટનું બેટરી પેક લગાવવામાં આવ્યું છે. જે લિથિયમ આયન બેટરી છે તે 48V ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ થવાની હતી જે મહત્તમ 23 Bhp ની શક્તિ ઉત્પન્ન કરશે આ કારનું મહત્તમ વજન 800 કિલોગ્રામ હશે Tata Nano EV કારની અપેક્ષિત કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.