હાલ યુટ્યુબમાં કરોડો ફર્જી ખબર જોવા મળે છે એવામાં ફેક ન્યૂઝને રોકવા માટે સરકારે ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી છે મળતી માહિતી મુજબ 120થી વધુ અફવા ફેલાવતી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે રિપોર્ટ અનુસાર, આ યુટ્યુબ ચેનલો ક્લિકબેટ થંબનેલ લગાવીને ફેક ન્યૂઝ ચલાવતી હતી.
ગૂગલે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં નકલી સમાચાર અને અફવાઓ ફેલાવતી ચેનલો અને સામગ્રી સામે પણ કડકતા દર્શાવી છે. યુટ્યુબ ઇન્ડિયાએ પણ આવી ફેક ન્યૂઝ ચેનલો અને કન્ટેન્ટ સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે અગાઉ પણ સરકારે આવી ખોટી અફવાઓ ફેલાવતી યુટ્યુબ ચેનલો સામે કાર્યવાહી કરી છે.
અમારી સહયોગી ચેનલ ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 20 ની જોગવાઈઓ હેઠળ 120 થી વધુ YouTube ચેનલોને અવરોધિત કરી છે આ પહેલા પણ સરકારે યુટ્યુબ ચેનલો દ્વારા ફેક ન્યૂઝથી કમાણી સાથે જોડાયેલી ચિંતાઓને ગંભીરતાથી લીધી હતી અને કાર્યવાહી કરવાની વાત કરી હતી.
મળતી માહિતી મુજબ આ યુટ્યુબ ચેનલોમાં ભારત એકતા ન્યૂઝ, બજરંગ એજ્યુકેશન, બીજે ન્યૂઝ, સાંસાણી લાઈવ ટીવી, જીવીટી ન્યૂઝ, ડેઈલી સ્ટડી, અબ બોલેગા ભારત, સરકાર યોજના ઓફિશિયલ અને તમારા ગુરુજી જેવી ચેનલો સામેલ છે આ ચેનલોના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 11,700 થી 34.70 લાખ સુધીની છે.
વધુ વાંચો:અમદાવાદમાં ચોંકાવનારી ઘટના: IPS ઓફિસરની પત્નીએ ભર્યું એવું પગલું કે પોલીસની દોડધામ વધી…
છેલ્લા વર્ષમાં આવી 26 યુટ્યુબ ચેનલો સામે આવી છે જે સતત અફવાઓ ફેલાવે છે યુટ્યુબ ઈન્ડિયાના ડાયરેક્ટર ઈશાન ચેટર્જીએ કહ્યું છે કે ફેક ન્યૂઝ અને અફવાઓને લઈને અમારી નીતિ જણાવે છે કે આ પ્રકારની સામગ્રી વાસ્તવિક દુનિયા માટે ખતરો છે અને અમે તેની સામે પગલાં લેતા રહીએ છીએ. YouTube કહે છે કે અમારો ધ્યેય નકલી સમાચાર સામે લડવાનો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.