તમિલ સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, લોકપ્રિય તમિલ અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક વર્ષ પહેલા જ લગ્ન કરનાર અભિનેત્રીના પતિ અરવિંદ શેખરનું અવસાન થયું છે.
અરવિંદ શેખરના આવા આકસ્મિક નિધનથી બધાને આઘાત લાગ્યો છે જો સૂત્રોનું માનીએ તો, અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખરનું માત્ર 30 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી મે 2022 માં આ કપલે લગ્ન કર્યા, પરંતુ લગ્નના એક વર્ષ પછી જ અભિનેત્રીના પતિનો અકસ્માત થયો.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રીના પતિનું 2 તારીખે સાંજે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું અવસાન થયું. ફેન્સ કપલનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને શોક વ્યક્ત કરી રહ્યા છે.
વધુ વાંચો:આ વ્યક્તિ એ ઘૂંટણિયે પડીને શ્રદ્ધા કપૂરને ફિલ્મી અંદાજમાં કર્યું પ્રપોઝ, અભિનેત્રી શરમાઈ ગઈ, વિડીયો વાયરલ…
પોતાના પતિ સાથેનો ફોટો શેર કરતા શ્રુતિ ષણમુગા પ્રિયાએ થોડા સમય પહેલા જ એક ઈમોશનલ પોસ્ટ લખી હતી માત્ર શરીર જ અલગ થઈ ગયું છે, પરંતુ તમારો આત્મા અને મન મને ઘેરી વળે છે અને હંમેશા મારી સુરક્ષા કરે છે મારા પ્રેમ અરવિંદ શેખરને શાંતિથી રહો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.