The miraculous temple of Gujarat here is the idol of Kalabhairav smoking a cigarette

ગુજરાતમાં અહીં આવેલું છે ચમત્કારી મંદિર, અહીં કાળભૈરવની મૂર્તિ સિગરેટ પીવે છે, જાણો આ મંદિર વિશે…

Breaking News

દોસ્તો દેશભરમાં એવા ઘણા બધા પૌરાણિક મંદિરો આવેલા છે જેમાં ઘણા બધા ચમત્કારો પણ છુપાયેલા છે પ્રાચીન સભ્યતા સંસ્કૃતિનો વારસો આજે પણ ભારતમાં જોવા મળે છે ગુજરાતમાં પણ ઘણા મંદિરો એવા આવેલા છે જેમાં લોકોની આસ્થા વિશ્ર્વાસ અને શ્રધ્ધા જોડાયેલી છે ઘણા લોકો તેને ચમત્કારી મંદિરની પણ ઉપમા આપતા જોવા મળે છે.

એવું જ એક મંદિર પંચમહાલ જિલ્લામાં પાવાગઢ થી આગળ જતા રીચીયા નામનું એક ગામ આવેલું છે જેની આગળ એક ટેકરી આવેલી છે અને એ ટેકરી પર એક કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે ટેકરી પર આ જૂનું મંદિર ઘણા બધા વર્ષો પહેલાંનું છે જંગલ વિસ્તાર માં આવેલું આ મંદિર પૌરાણિક ઈતિહાસ સાથે સંકળાયેલુ છે.

જે મંદિર એક ગુફા ના સ્વરૂપ માં જોવા મળે છે જેમાં કાળ ભૈરવ દાદાની મૂર્તિ બિરાજમાન છે પહાડો ની વચ્ચે એક ગુફા આવેલી છે અને તેનું નામ છે ગુપ્તેશ્વર મહાદેવ કાળભૈરવ મંદિર માં હનુમાનજીની પણ એક મૂર્તિ આવેલી છે પરંતુ આ મંદિરની એક ખાસિયત છે કે રહસ્યમય રીતે લોકો કાળભૈરવ દાદાની મૂર્તિને સિગરેટ પીવડાવે છે.

અને સામાન્ય રીતે સિગરેટ સળગતી રહે છે પરંતુ જાણે કે કોઈ વ્યક્તિ સિગરેટનો કસ લગાડતો હોય એવી જ રીતે સિગરેટ માંથી ધુમાડા નીકળતા જોવા મળે છે અને જાણે વાસ્તવિક મનુષ્ય જેમ સિગરેટ પીતો હોય એવી જ રીતે આ મૂર્તિ સિગરેટ પીવે છે લોકોની એવી માન્યતા છે કાળભૈરવ દાદા અહીંયા સાક્ષાત બિરાજમાન છે.

જંગલી વિસ્તારમાં આવેલા આ મંદિરની મુલાકાત લેવા ઘણા બધા લોકો આવતા રહે છે રાત્રીના સમયે આ જંગલ વિસ્તારમાં આ આવવું ખુબ મુશ્કેલ છે મોટાભાગના લોકો દિવસ દરમિયાન કાળભૈરવ દાદા ના દર્શન કરવા માટે આવતા જોવા મળે છે આ ચમત્કારી મંદિર સાથે સ્થાનિક લોકોની આસ્થા જોડાયેલી છે.

કોઈપણ શુભ પ્રસંગ હોય કે માનતા હોય સ્થાનિક લોકો અહીં કાળભૈરવ દાદાને મતમસ્તક વંદન કરીને સિગરેટ પીવડાવતા જોવા મળે છે ગુજરાતમાં આવા ઘણા બધા ચમત્કારિક મંદિરો આવેલા છે જેની સાથે લોકોની આસ્થા વિશ્વાસ અને ભક્તિ સંકળાયેલી છે નોંધ ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અમે ધુમ્રપાનને પ્રોત્સાહન આપતા નથી પરંતુ લોકોની આસ્થા અને ભક્તિની વાતને આપની સમક્ષ જણાવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *