રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યાના પવિત્ર સ્થળ રામ મંદિરના પુજારીઓ અને સેવકોને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે વર્ષોથી રામલલાની સેવા કરી રહેલા પૂજારીઓને માત્ર પાંચ મહિનામાં બીજી વખત પગાર વધારો મળ્યો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેના સેવકોના પગારમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં મુખ્ય પૂજારી અને સહાયક પૂજારીનો પગાર બમણો કરવામાં આવ્યો હતો. મે 2023માં રામ મંદિરના સહાયક પૂજારીનો પગાર 20,000 રૂપિયા હતો પરંતુ, આ વધારો કરતા પહેલા, સહાયક પૂજારીને મળતું મહેનતાણું રૂ. 10,000 હતું.
છ મહિનાના ગાળામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે ફરી એકવાર તેના પૂજારીઓ અને કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રામ મંદિરના સહાયક પૂજારીનો પગાર વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યો છે આ સિવાય જેમાંથી સહાયક પૂજારીને ₹20,000, કોઠારી અને સેવાદારને 15,000 અને મુખ્ય પૂજારીને લગભગ ₹25,000 પ્રતિ માસ મળી રહ્યા છે.
વધુ વાંચો:રામ મંદિરને લઈને રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- આ તો PM મોદી અને RSS નો કાર્યક્રમ છે એટલે…
જ્યારે મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને 32,900 રૂપિયા મળશે પુજારીઓએ છ મહિનામાં બે વખત પગાર વધારા પર ખુશી વ્યક્ત કરી અને રામ મંદિરના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર માન્યો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.