ક્રિકેટમાંથી હાલ મોટા સમાચાર સામે આવ્યા છે ICC એ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસિર હુસૈનને અમીરાત ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ ત્રણ આરોપો માટે દોષિત ઠેરવ્યા બાદ છ મહિનાના સસ્પેન્ડેડ પ્રતિબંધ સહિત તમામ પ્રકારના ક્રિકેટમાંથી બે વર્ષ માટે બેન કર્યો છે.
હુસૈન પર સપ્ટેમ્બર 2023માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા અમીરાત ક્રિકેટ બોર્ડના કોડ હેઠળ નિયુક્ત ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી તરીકે આરોપ મૂકવામાં આવ્યો હતો આ ક્રિકેટરે આમાંથી ત્રણ આરોપ સ્વીકાર્યા હતા.
આઈસીસી અનુસાર, હુસૈને તેમને મળેલી ભેટનો ખુલાસો કર્યો નથી. આ ઉપરાંત આ ક્રિકેટરે ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઓફર અંગે પણ ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીને જાણ કરી ન હતી. એટલું જ નહીં તેણે તપાસમાં સહકાર પણ આપ્યો ન હતો.
વધુ વાંચો:આલીશાન મહેલથી ઓછું નથી નીતા અંબાણીનુ પ્રાઈવેટ પ્લેન, અંદરના ફોટા જોઈને હોંશ ઊડી જશે…
નિવેદન અનુસાર, 25 વર્ષીય ખેલાડીએ આરોપો સ્વીકારી લીધા છે અને પ્રતિબંધ માટે સંમતિ આપી છે. તે 7 એપ્રિલ 2025 પછી ક્રિકેટમાં ફરીથી જોડાઈ શકે છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.