77 ની ઉંમરે પણ દાદીમાનો 25 વર્ષ જેવો જુસ્સો, બન્યા સફળ બિઝનેસમેન ! હવે કરે છે કારોડની કમાણી…
જો મનમાં હિંમત આશા ને જુસ્સો હોય તો ઉંમર એક આંકડો છે આ વાક્ય તમે મોટીવેશનલ ભાષણોમાં અનેકવાર સાંભળ્યા હશે પરંતુ ગુજરાતના એક ૭૭ વર્ષના દાદીએ પોતાના જીવનમાં આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે મૂળ કચ્છના વતની ઊર્મિલા બેન જમનાદાસ આશર નામના દાદીમા મુંબઈના પ્રાથના સમાજમાં આવેલ ૧૦૦ વર્ષ જૂની નાંથા ભાટિયા ચાલમાં રહે છે.
સંયુક્ત પરિવારમાં લગ્ન કરીને આવેલ આ દાદીમા લગ્ન બાદ ૩ સંતાનો બે દીકરા અને એક દીકરી હતી જો કે તેમની દીકરી અઢી વર્ષે બિલ્ડિંગ પરથી પડી ને મરી ગઈ હતી.
જે બાદ એક દીકરો હાર્ટ એટેકના કારણે અને બીજો દીકરો બ્રેન ટયુમર ને કારણે અવસાય પામ્યો એટલું જ નહિ ઊર્મિલા બેનના પતિ જે એક મિલમાં નોકરી કરતા હતા તે નોકરી પણ એક સમયે છૂટી ગઈ.
જે બાદ ઊર્મિલા બેનને ઘરની જવાબદારી અને પૌત્ર હર્ષને ભણાવવાની જવાબદારી ઉઠાવવી પડી.ઊર્મિલા બેને હિંમત હારી રડવાને બદલે ટિફિન બનાવી વેચવાની શરૂઆત કરી.
લોકોના ઘરે રસોઈ બનાવવાની શરૂઆત કરી.આમ કરતા તેમને પૌત્રને એમબીએ સુધી અભ્યાસ કરાવ્યો પૌત્રને નોકરી મળી પરિવારની સ્થતિમાં સુધાર આવ્યો પણ કહેવાય છે અમુકના જીવનમાં તકલીફોનો અંત નથી હોતો આવું જ કઈ ઊર્મિલા બેનના જીવનમાં થયું હર્ષનો અચાનક અકસ્માત થતા તેના જડબામાં સ્ક્રુ નાખી ઓપરેશન કરવામાં આવ્યું.
વધુ વાંચો:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો નવો એપિસોડ 3843, ભીડે માસ્ટરના ટામેટાં ચોરાયા, જુઓ….
પોતાની આવી હાલત જોતા પૌત્ર નિરાશામાં જતો રહ્યો.જે પૌત્રે દાદીને હિંમત આપવી જોઈએ એ પૌત્રને દાદીએ હિંમત આપી જો કે પરિવાર કઈ કરે તે પહેલા મહામારી આવી અને લોકડાઊન થયું.
આ સમયમાં પણ દાદીએ રડવાને બદલે અથાણાં નું વેચાણ શરૂ કર્યું.પૌત્રે પણ આ કામમાં સાથ આપ્યો જે બાદ ધીમે ધીમે દાદીએ ગુજરાતી નાસ્તા થેપલા ઢોકળા બનાવી વેચવાની શરૂઆત કરી.
આ કામને પહોંચી વળવા તેમને એક બે બેનો ને સાથે રાખી.આજે તે ટેડેક્સ જેવા પ્લેટફોર્મ પર પોતાની કહાની સંભળાવી ચૂક્યા છે સોશિયલ મીડિયા પર આ દાદી આટલી ઉંમરે છવાયેલા જોવા મળે છે ઊર્મિલા બેન નું કહેવું છે કે તાજી વસ્તુઓમાંથી જ વાનગી બનાવવી ક્વોલિટી સાથે બાંધછોડ ન કરવી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.