હુનર અને આવડતથી કોઈપણ ઉંમરના લોકો સફળ બિઝનેસવુમન બની શકે છે. આપણા દેશમાં આવા ઘણા ઉદાહરણો છે, જેના વિશે જાણીને તમને ખબર પડશે કે સફળતા નાની ઉંમરમાં પણ મેળવી શકાય છે કોઈપણ કાર્ય નાની ઉંમરમાં શરૂ કરી તેને મોટું પદ આપી શકે છે.
આજે અમે તમને એવી જ એક મહિલા વિશે જણાવીશું જેમણે માત્ર નાની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેની કંપની સફળતાના ઉચ્ચ શિખરો હાંસલ કરી રહી છે. આવો જાણીએ આ મહિલાની સફળ કહાની.
અમે જે બિઝનેસવુમનની વાત કરી રહ્યા છીએ તેમનું નામ કનિકા ટેકરીવાલ છે, તેણી મારવાડી પરિવારમાંથી આવે છે. તેણી જણાવે છે કે મારા પિતા રિયલ એસ્ટેટ અને કેમિકલ બિઝનેસમેન છે સાથે તેણી જણાવે છે કે મારો પ્રારંભિક અભ્યાસ દક્ષિણ ભારતમાં થયો.
વધુ વાંચો:કેટરિના કૈફની હમશકલે કરી બોલ્ડનેસની તમામ હદો પાર, તસવીરો જોઈને તમે પણ ગૂંચવાઈ જશો…
ત્યારબાદ તેણી વધુ અભ્યાસ માટે મુંબઈ ગઈ. તેમને સમજાયું કે લોકો પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરવા ઈચ્છે છે પરંતુ ટાઉટોના ચુંગાલમાં ફસાઈ જાય છે અને તેમને ઘણી વખત સંઘર્ષ કરવો પડે છે, તેથી તેમણે આ સિસ્ટમને ખતમ કરવા માટે કંઈક કરવાનું વિચાર્યું.
કનિકા આગળ જણાવે છે કે 21 વર્ષની ઉંમરે હું કેન્સર જેવી ભયાનક બીમારીથી પીડિત હતી. 2011માં બીમારી હોવાનું નિદાન થયું હતું ત્યાર બાદ યોગ્ય સારવાર આપવામાં આવી હતી, આ સારવાર દરમિયાન જ તેમના મગજમાં કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો. બીમારીમાંથી સાજા થયા પછી મેં ટૂંક સમયમાં જ કંપનીના સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું.
કનિકા ટેકરીવાલ જણાવે છે કે આ સ્ટાર્ટઅપ ઉડ્ડયન ઉદ્યોગમાં કર્યું હતું અને પોતાની કંપની જેટ સેટ ગો બનાવી હતી. મારી પ્રતિભા અને ક્ષમતા સાથે આ સ્ટાર્ટઅપને નવી ઊંચાઈઓ આપી અને ઉડ્ડયન ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું. તેમજ જેટ સેટ ગો ભાડા પર હેલિકોપ્ટર, જેટ, એરક્રાફ્ટ વગેરે ઓફર કરે છે. જેટ સેટ ગો કંપની મેનેજમેન્ટ પ્લેનના પાર્ટસ અને સર્વિસનો પણ સોદો કરે છે.
વધુંમાં કનિકા કહે છે કે એક નાનકડા સ્ટાર્ટઅપ પછી કંપનીને રોજે રોજ સફળતામાં વધારો થઈ રહ્યો છે. આજે હું 10 ખાનગી જેટની માલિક છું અને ભારતની 100 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ છું. મારી વાર્ષિક આવક 280 કરોડ છે, જે મેં પોતાના દમ પર કમાણી કરી છે. દેશની સાથે વિદેશમાં પણ અનેક મેગેઝીને મારી સફળતાના વખાણ કર્યા છે.