હાલમાં ગુજરાતમાં મેઘરાજાએ ફરીથી આગમન કર્યું છે ઓગસ્ટ મહીંનો મહિનો કોરો રહ્યા બાદ સપ્ટેમ્બરમાં પુષ્કળ વરસાદ ચાલુ થયો છે એવામાં હાલ ચાલુ વરસાદે આણંદ શહેરમાં એક ગોજારી ઘટના સર્જાઇ છે મળતી માહિતી મુજબ આણંદ સાથે ઘણા જિલ્લામાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે.
એવામાં હાલ એક આણંદ શહેરમાં રોડ પર એક ઝાડ પડી જતાં પતિ પત્નીનું અકાળે અવસાન થયું છે વાત એમ છે કે પતિ પત્ની એક્ટીવા પર હતા અને રોડ પરથી પસાર થતાં હતા ને ઉપર જ ઝાડ પડ્યું તો નીચે દટાઈ ગયા.
આ ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા અને આવું બનતા પોલીસની ટીમ અને ફાયરબ્રિગેડ પણ આવી પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે આવી ઝાડ કાપીને પતિ-પત્નીના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
એકસાથે પતિ -પત્નીનું અવસાન થતા પરિવારમાં શોકનો માહોલ પથરાઈ ગયો છે. આ ઘટનામાં નિર્દોષ દંપતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો એક નાનકડા બાળકને પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે.
વધુ વાંચો:વાળંદની દુકાનમાં વાળ કાપતો જોવા મળ્યો કપિલ શર્મા શોનો આ એક્ટર, વિડીયો જોઈ ફેન્સ થયા હેરાન…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.