ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે સાઉથ સિનેમાના જાણીતા ચહેરા જી મરીમુથુ જેઓ એક અભિનેતા અને દિગ્દર્શક હતા તેમનું 8 સપ્ટેમ્બરે સવારે 8.30 વાગ્યે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે જી મેરીમુથુને અચાનક હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેમનું અવસાન થયું જી મેરીમુથુના નિધનથી સાઉથ સિનેમામાં શોકની લહેર છે.
જી મરીમુથુ હાલમાં જ રજનીકાંતની ફિલ્મ જેલરમાં જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મારીમુથુ તેના સાથી કમલેશ સાથે ટીવી શો ‘ઇથિર નીચલ’નું ડબિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તે અચાનક બે!હોશ થઈ ગયો.
જે બાદ તેને તુરંત ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં વડાપલાની લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેના પરિવારજનો અને નજીકના લોકોને તેના અવસાનની જાણ કરી. એક્ટર મારીમુથુ મેગાસ્ટર રાજનીકાંતના ખાસ મિત્ર પણ હતા.
વધુ વાંચો:જવાન ફિલ્મ એ પહેલાજ દિવસે કરી છપ્પડ ફાડ કમાઈ, ગદર 2 સહિત આ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડયા…
અભિનેતાના નશ્વર અવશેષોને તેમના ચેન્નાઈના ઘર, વિરુગમ્બક્કમ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવાર અને મિત્રો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે. આ પછી તેમના મૃતદેહને તેમના વતન થેની લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જી મેરીમુથુના પરિવારમાં તેમની પત્ની બૈકિયાલક્ષ્મી અને બે બાળકો અકિલાન અને ઇશ્વર્યા છે જી મરીમુથુએ રજનીકાંતની જેલરમાં સાઈડકિક વિલનની ભૂમિકા ભજવી હતી આ સિવાય તે રેડ સેન્ડલ વુડ’માં પણ જોવા મળ્યા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.