દેશભરમાંથી અવનવા સમાચાર સામે આવતા રહે છે જેમાં ઘણા લોકોની જીવનશૈલી અને સંસ્કૃતિ જોઈ તે હેડલાઇન બની જાય છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક દાદા એક કિલો સોનું પહેરીને ઠાઠથી પાન વેચે છે.
આ સાભંડતા ઘણા લોકોને પ્રથમ નજરે વિશ્વાસ નહીં થાય કે 100 તોલા સાચું સોનું પહેરીને કોઈ વ્યક્તિ પાનનો ગલ્લો કેવી રીતે ચલાવી શકે પરંતુ આ સત્ય બાબત છે અને આજે પણ લોકોની સામે છે રાજસ્થાન બિકાનેર સ્થિતિ પાનના ગલ્લા પર દાદા 100 તોલા ચોવીસ કેરેટ નું સાચું સોનું પહેરીને પાન બનાવે છે આને લોકોને ખવડાવે છે.
રાજા મહારાજાના લુક માં જોવા મળતા દાદાના હાથના પાન ખાવા લોકો દુર દુર થી આવે છેઆને એમની સાથે ફોટા પણ પડાવે છે રાજસ્થાન બિકાનેર ના લોકો પોતાના સામાન્ય જીવનમાં સોના ને પ્રાધાન્ય આપે છે અને પોતાની જમા પુંજી ને તે સોનામાં લગાવે છે દાદાના પુર્વજો એ જે સોનું ભેગું કર્યું છે જે અસરે 50 લાખથી પણ વધારે કિમંતનુ જણાય છે.
એ સોનુ દાદાએ સાચવી રાખ્યું અને વધારો કરી ને બિજુ સોનુ પણ ખરીદ્યુ છે તેઓએ જણાવ્યું હતું કે બાપ દાદાની જમા પુંજી વેચીને ના ખવાય કામ ગમે તે કરીએ પણ ઠાઠ અમારો અકબંધ છે રાજાશાહી પરીવાર માંથી આવતા આ દાદા આજે પણ લોકો વચ્ચે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે દાદા પોતાની દુકાન ની સાથે જમીન પણ ધરાવે છે તેમના દિકરાઓ ખેતી કરે છે અને દાદા પોતાનો સમય પાન ના ગલ્લા પર વ્યતિત કરે છે.
તેઓ આજે પણ શાનદાર રાજા ના લુક માં જ જોવા મળે છે ગામલોકો પણ દાદાની ઘણી ઈજ્જત કરે છે અને પંચમાં દાદા હંમેશા ન્યાયના પક્ષમાં રહી લોકોની સહાયતા પણ કરતા જોવા મળે છે.