This Sultanbhai has saved around 300 people who fell in the canal

કેનાલમાં ખુદ!ખુશી કરવા પડેલા 300 જેટલા લોકોને બચાવી ચુક્યા છે આ સુલતાનભાઈ, સેવાકાર્ય થી ફેમસ છે આ દાદા…

Breaking News

દેશભરમાં હિન્દુ મુસ્લિમ ના નામે ઘણા વિખવાદ જોવા મળે છે ધાર્મીક ભેદભાવો થી લોકોમાં ઘણી વાર દુશ્મની ના બીજ રોપાય છે પરંતુ માત્ર માનવતા ના ધર્મ થી આજે દેશભરમાં ઘણા બધા લોકો સેવાકીય પ્રવૃતિઓ કરતા જોવા મળે છે એમાંથી જ એક છે સુલતાન ભાઈ દાઉદ ભાઈ મીર બનાસકાંઠા ના થરાદ વિસ્તારમાં રહેતા સુલ્તાન ભાઈ મીર આજે પોતાની 56 વર્ષ ની ઉંમરે પણ સેવાકીય પ્રવૃતિઓ થી ખુબ લોકપ્રિયતા ધરાવે છે.

તેઓએ પોતાના વિસ્તારમાં 400 થી વધારે લોકોના જીવ બચાવ્યા છે તો ઘણા ઘાયલ પશુ પક્ષીઓ ની સારવાર કરીને માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેઓ બોર ઓપરેટર તરીકે નોકરી કરે છે.

પરંતુ કોઈપણ વ્યક્તિ જો કેનાલ માં પડે તો તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર એક જીવને બચાવવા માટે કેનાલમાં તરત છલાંગ લગાવી દે છે વિસ્તારમાં ગામમાં કેનાલમાં કોઈ પડે તરત નામ સુલ્તાન ભાઈ મીર નું નામ મોઢે આવે છે વિસ્તારમાં તેમને લોકો તેમના નેક કાર્યો થી ખુબ માન આપે છે તેઓ એ પોતાના સારા કામ અને સરળ સ્વભાવ થી લોકોના દિલમાં પોતાનુ સ્થાન મેળવ્યું છે.

વધુ વાંચો:ગુજરાતનાં ફેમસ સિંગર જીગ્નેશ કવિરાજ આવી રીતે બન્યા સુપરસ્ટાર, પરિવાર અને તેમના જીવન સર્ઘષ વિષે જાણો…

મિડીયા સાથેની વાતચીતમાં સુલતાન ભાઈ મીરે જણાવ્યું હતું કે તેઓ માત્ર 12 વર્ષના હતા એ સમયે ટોડા ગામના તળાવમાં ચાર છોકરાઓ ડુબ્યા હતા આ સમયે તેમને પોતાના જીવની પરવા કર્યા વિના છલાંગ લગાવી તળાવમાં ડૂબી રહેલા 4 બાળકોને બચાવ્યા હતા.

અને એ સમયથી તેઓ આ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે આજ સુધી તેમને 300 થી વધારે લોકોના જીવ બચાવી અનોખી કિર્તી પોતાના નામે કરી છે માત્ર આટલું જ નહીં તેઓ એ 300 થી વધુ પશુ પક્ષીઓ ને કેનાલ માંથી બહાર કાઢેલા છે સાથે 4 હજાર જેટલા મૃ!તદેહ પણ તેઓ કાઢી ચુક્યા છે.

તેઓ એક કુશળ તરવૈયા છે પરંતુ તેઓ આ કામ એક પણ રુપિયો લીધા વિના માનવતા ના નામે કરે છે તેઓ દિવશ હોય કે રાત કામ છોડીને જમવાનું છોડીને પણ આ સેવા કામ માટે દોડી જાય છે તેઓ બોર ઓપરેટર છે અને તેઓ 12 હજાર પગાર માં પોતાના પરિવાર નું ભરણ પોષણ કરે‌ છે.

તેમના આ સ્વભાવ સેવાકિય પ્રવૃત્તિઓ અને સુલતાન ભાઈ મીરની માનવતા ધર્મ પ્રત્યે ની લાગણીઓ થી પ્રભાવિત થતા વિસ્તારના લોકોએ એમને સન્માનિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ સુલતાન ભાઈ મીર ને જાહેર મંચ પરથી સન્માનિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *