વિદેશની જીવનશૈલી જીવવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે વિદેશમાં અમે અમારા પરિવાર સાથે આરામથી રહીએ. આવી સ્થિતિમાં નોકરી છોડવી એ કોઈના માટે મૂર્ખતાથી ઓછી નથી. આજે અમે તમને આવી જ વ્યક્તિની કહાની જણાવવાની છીએ જે પોતાની વિદેશી નોકરી છોડીને ભારત આવ્યા અને અહીં આવ્યા બાદ એવું કામ કર્યું કે આજે તેને કોઈ પરિચયની જરૂર નથી.
વાસ્તવમાં તે વ્યક્તિનું નામ નટરાજન કાકા છે, તેઓ જણાવે છે કે મને બધાં મટકા મેન તરીકે ઓખળે છે. તેઓ જણાવે છે કે હું દિલ્હી સ્થિત પંચશીલ પાર્કમાં રહું છું. તેઓ જણાવે છે કે મટકા એક ભારતીય માટીનું વાસણ છે, જે પાણીને ઠંડુ રાખે છે. તે પ્રયાસ કરે છે કે ગરીબ લોકોને શુધ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળે.
તેઓ આગળ જણાવે છે કે મારી આ પહેલની શરૂઆતથી આજે દરેકને પીવા માટે ઠંડુ પાણી મળી રહ્યું છે. આ કામને કારણે મારૂ નામ મટકા મેન પડ્યું અને બધા મને મટકા મેન કહે છે. હું દરરોજ સવારે 5 વાગ્યાથી અંદાજીત 70થી 80 વાસણો પાણીથી ભરૂ છું. નટરાજન કાકા જણાવે છે કે હું માત્ર પાણી જ નહીં પરંતુ ખોરાક પણ આપું છું. તે અઠવાડિયામાં 2 દિવસ વાહન ચલાવે છે અને કામદારોને ભોજન પણ આપે છે.
વધુ વાંચો:પિતા કરતાં હતા લાઇટ ફિટિંગનું કામ, ફક્ત 22 વર્ષમાં બન્યો ગુજરાતનાં આ નાના ગામનો યુવાન IPS ઑફિસર…
જરૂરિયાતમંદ લોકો માટે તેમના મસીહા બનેલા કાકા આગળ જણાવે છે કે મેં અંદાજે 32 વર્ષ સુધી લંડનમાં એન્જિનિયર તરીકે કામ કર્યું. જ્યારે 2004માં ખબર પડી કે મને કોલોન કેન્સર છે, કેન્સરની ખબર પડતા જ સમયસર સારવાર પણ થઈ પરંતુ આ ઘટનાએ મારા વિચારને સંપૂર્ણપણે બદલી નાખ્યો અને હું 2005માં પરિવાર સાથે ભારત પરત ફર્યો.
નિવૃત્ત થયા પછી ઘણી એનજીઓ સાથે પણ કામ કર્યું પરંતુ મારી વિચારસરણી એનજીઓ કરતા અલગ હતી અને પછી મને દિલ્હી જેવા સ્થળોએ પાણીના કુંડા રાખવાનો વિચાર આવ્યો અને આ માટે મે વાનનો ઉપયોગ કરીને આગળ વધ્યો આ વાનમાં લગભગ 700 લિટર પાણીનો સંગ્રહ કરૂ છું. પાણીનો બગાડ અટકાવવા માટે બોટલો ભરનારા લોકો માટે વાનમાં અલગ નળ પણ છે.