હાલમાં જ્યાં જોવો ત્યાં ચંદ્રયાન 3 ની જ વાતો છે કેમેક ચંદ્ર પર પોતાનો પગ જમાવ્યો છે આ સાથે હાલમાં એક સુરતના મિતુલ ત્રિવેદીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે સુરતના આ વ્યક્તિએ દાવો કર્યો કે તેણે જ ચંદ્રયાન 3 ની આ ડિઝાઈન બનાવી છે.
જો કે મિતુલ ત્રિવેદી ઈસરો સાથે જોડાયેલા છે કે નહિ તે અંગે હાલમાં સવાલો ઉઠી રહ્યા છે. ઈસરો સાથે તે જોડાયાના કોઈ પુરાવા કે માહિતી ન હોઈ હવે આ મુદ્દો ચર્ચામા બન્યો છે ત્યારે આ વચ્ચે મિતુલ ત્રિવેદીને પોલીસ કમિશનર સમક્ષ તેમેન હાજર રહેવા જણાવ્યું છે.
મિતુલ ત્રિવેદીએ પોતે ISROનો કર્મચારી હોવાની વાત કરી હતી હાલમાં લોન્ચ થયેલ ચંદ્રયાન-3 ની ડિઝાઈનમાં તેમનો પણ હાથ હતો તેવુ તેમનું કહેવું છે પરંતું હાલ મિતુલ ત્રિવેદી પાસે જોવા જઈએ તો તેના કોઈ પણ પુરાવા નથી ISRO નો કર્મચારી હોવાના નથી કોઈ પુરાવા તેમની પાસે નથી તેથી હવે પોલીસ કમિશનર સમક્ષ તેમેન હાજર રહેવા જણાવ્યું છે.
વધુ વાંચો:Video: ગદર 2 હિટ થતાજ સની દેઓલ થયા લાઈવ, ફેન્સને લઈને કહ્યું આવું…
તો બીજી તરફ મિતુલ ત્રિવેદીનો દાવો ખોટો છે તેવા વિવાદ અંગે ખુદ મિતુલ ત્રિવેદીએ જણાવ્યું કે, મને થોડો સમય આપો, હું બધુ શોર્ટ આઉટ કરવા પ્રયત્ન કરીશ. ડોક્યુમેંટ પહોંચતા કરીશ.
હું ફેક હોઉ તો અહીયા ન હોત, ઘરે તાળું મારીને ભાગી ગયો હોત હું ડિઝાઈનિંગ સાથે જોડાયેલો છું. ચંદ્રયાન-3 પ્રોજેક્ટમાં પણ જોડાયેલો છું. હુ ફેક છું કે નહી એ લોકોને નિર્ણય કરવા દો. ડોક્યુમેન્ટના આધરે લોકોને નિર્ણય લેવા દો. હવે એ જોવાનું રહેશે કે તે સાચો છે કે ખોટો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.