Friends ruined this young man's life

ખરાબ મિત્રોની સંગતને કારણે આ 24 વર્ષીય યુવકની હાલત થઈ આવી ! જોઈને તમને પણ દયા આવશે…

Breaking News

કહેવાય છે ને કે સંગત સારી હોય તો જિંદગી તારે નહિ તો જિંદગી બગાડે.જીવનમાં ખરાબ દોસ્તોને કારણે માણસની જિંદગી પર થતી અસરો વિશે તમે પ્રવચનો તો ઘણા સાંભળ્યા હશે પરંતુ હાલમાં જ એક 24 વર્ષીય યુવાનની કહાની સામે આવી છે જે ખરાબ દોસ્તી અને લાલચુ લોકોની સંગતને કારણે બગડતી જિંદગીની મોટું ઉદાહરણ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ બનાવ 2 થી 3 વર્ષ જૂનો છે. તુષાર ભટ્ટ નામનો એક ૨૪ વર્ષીય યુવાન જેને વર્ષ ૨૦૧૦મા પોતાના પિતાને ગુમાવ્યા અને વર્ષ 2011 મા માતાને તેમ છતાં હિંમત ન હારી.તે પોતાની એકની એક બહેન પાસે મહેમદાવાદ ગયો. ત્યાં રહીને વડાપાઉંની લારી પર કામ કર્યું.

પણ કહેવાય છે ને લાગણીઓ પર માર પડે પછી કોઈ હિંમત કામ ન આવે આવું જ થયું વલેટા ના રહેવાસી તુષાર સાથે અચાનક પરિવાર સાથે ઝઘડો થતા ઘર છોડી દીધું.બીજી તરફ અચાનક જ કામ પણ હાથમાંથી છૂટી ગયું અને ત્યારબાદ જે મિત્રો અત્યાર સુધી સાથ આપતા હતા, પૈસા ઉડાવતા હતા તે મિત્રો પણ એક ઝઘડાને કારણે દુશ્મન બની ગયા મિત્રોએ પૈસા ન હોવાના કારણે સાથ છોડ્યો,પરિવારે ઘરમાંથી બહાર નીકળ્યો જે બાદ તુષારે નડિયાદ આવી કામ શોધવાનો વિચાર કર્યો.

વધુ વાંચો:રામાનંદ સાગરની સિરિયલ રામાયણનું શૂટિંગ કેવી રીતે અને ક્યાં થયું હતું, જુઓ…

પરંતુ માત્ર 9 ધોરણ ભણેલો હોવાથી કામ મળ્યું નહિ બીજી તરફ મિત્રો સાથે દુશ્મની હોવાથી તે પણ તેને મારવાના વિચારમાં ફરતા હોવાથી તુષારે પોતાનો જીવ બચાવવા આખરે પુલ નીચે આશરો લેવો પડ્યો જો કે છેલ્લાં બે વર્ષથી લાગણીઓ અને પરિસ્થતિ ના મારથી ઘવાયેલા તુષારને પોપટભાઈ ફાઉન્ડેશન નો સાથ મળતા હાલમાં મોટી મદદ મળી છે.

આ સંસ્થા દ્વારા હાલમાં એક શેલ્ટર હોમમાં તુષારના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ તેને માટે કામ પણ શોધવામાં આવી રહ્યું છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *