સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે જે ઇન્ડસ્ટ્રી માં કરિયર બનાવવા કોઈની ઓળખાણ જોઈએ જ.આ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ વિના આગળ વધવું શક્ય નથી.
પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકાર છે જેમને કોઈપણ ઓળખ વિના પોતાની મહેનતથી લોકપ્રિયતા મેળવી હોય.આવા જ એક કલાકાર છે ફાલ્ગુની પાઠક જે સમયે ગુજરાતીઓમાં વ્યાપાર અને શિક્ષકની નોકરી સિવાય અન્ય કોઈ વિકલ્પ જોવા ન મળતો હતો તે સમયે ફાલ્ગુની પાઠક સ્ટેજ પર ધૂમ મચાવતા હતા.
જો કે આજે દાંડિયા ક્વીન તરીકે જાણીતી આ કલાકારે એક સમયે સ્ટેજ પર ગીત ગાવાને કારણે પિતાનો માર પણ ખાધો હતો.ખબર અનુસાર ફાલ્ગુની પાઠક ૯ વર્ષની ઉંમરે પહેલીવાર ગીત ગાયું હતું. પરંતુ પિતાને જાણ થતા જ તેમને સજા કરી હતી.
જો કે તેમની માતાને દીકરીની આવડત અને શોખ અંગે જાણ થતા જ તેમને ફાલ્ગુની ને ગુજરાતી ગરબા સંભળાવવાની શરૂઆત કરી હતી.જેનાથી ફાલ્ગુની ને ગરબા ગાવામાં રસ પડ્યો હતો.
વધુ વાંચો:ફાલ્ગુની પાઠક માત્ર નવરાત્રિના 9 દિવસમાં જેટલું કમાય છે, જે ટોપ સિંગર એક વર્ષમાં પણ નથી કમાઈ શકતા…
જે બાદથી તેમને પોતાના બેન્ડ ની શરૂઆત પણ કરી હતી. વર્ષ ૧૯૯૪માં તેમને તા થૈયા નામના બેન્ડની શરૂઆત કરી હતી.જો કે વર્ષ ૧૯૯૮માં આવેલા આલ્બમ યાદ પીયા કી આને લગી થી તેમની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો હતો.
વાત કરીએ તેમની કમાણી વિશે તો તે એક શો માટે ૨૦-૨૫ લાખ રૂપિયા લે છે.આશા ભોંસલે,ઉષા ઉત્તપ તેમના ગમતા સિંગર છે.ફાલ્ગુની પાઠકના પરિવારમાં તેમના પહેલા ૪ બહેન હતી.તેમના પરિવારની ઈચ્છા હતી કે તેમના ઘરમાં છોકરો આવે આ જ કારણ છે કે ફાલ્ગુની એ છોકરા તરીકે કપડા પહેરવાની શરૂઆત કરી હતી.
તેમની ૪ બહેનો પણ તેમને બાળપણથી જ ભાઈની જેમ રાખતી હતી.આ જ કારણ છે ગરબા ક્વીન તરીકે જાણીતી હોવા છતાં ફાલ્ગુની એ આજ સુધી ચણિયાચોળી પહેર્યા નથી.